આ સાથે આગામી 24 કલાકમાં મધ્ય પૂર્વ અને પૂર્વોત્તર બંગાળની ખીણમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે
નવી દિલ્હી
ભારતમાં ચોમાસું તેના અંતિમ ચરણમાં છે. ભારતીય હવામાન વિભાગે દેશના ઘણાં ભાગોમાં ચોમાસાની વિદાયની સંભાવના દર્શાવી છે. જો કે આ દરમિયાન દેશના કેટલાંક એવા રાજ્યો પણ છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત ઘણાં ભાગોમાં સેપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચોમાસનું અંત આવી શકે છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને તેને અડીને આવેલા આવેલા મધ્ય ભારતમાં ચોમાસાની વાપસી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે આગામી 24 કલાકમાં મધ્ય પૂર્વ અને પૂર્વોત્તર બંગાળની ખીણમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ શકે છે. પૂર્વી ભારતમાં આવતીકાલે ભારે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ ભારતીય વિસ્તારથી લઈને કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય ભારતથી લઈને છત્તીસગઢ, પૂર્વી ભાગોમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, દક્ષિણી ભાગમાં તામિલનાડું, તટીય કર્ણાટક અને પૂર્વોત્તરમાં નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. આ સાથે જ પૂર્વી રાજસ્થાન ઉપરાંત પશ્ચિમ મધ્યપ્રદેશ અને પશ્ચિમ ઉત્તરમાં આવતીકાલ સુધી શુષ્ક હવામાન પહોંચી જશે.