યુપીની એક શાળામાં શિક્ષિકાએ સાથી છાત્રને વિદ્યાર્થીને થપ્પડ મારવા કહ્યું

Spread the love

વીડિયો વાયરલ થયા બાદ હોબાળો, વિદ્યાર્થીએ પરિવારને જાણ કરતા પરિવારની ફરિયાદ બાદ પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી

સંભલ

ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરની શાળામાં થપ્પડની ઘટના બાદ ગઈકાલે સંભલ જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક મહિલા શક્ષિકાએ સવાલનો જવાબ ન આપવા પર સાથી વિદ્યાર્થી દ્વારા પાંચમા ધોરણના વિદ્યાર્થીને થપ્પડ મરવા કહ્યું હતું. હવે આ મામલે મહિલા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. 

થોડાક સમય પહેલા જ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં એક શિક્ષિકાએ એક વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થી દ્વારા થપ્પડ મરાવી હતી જેનો વીડિયો ખુબ વાયરલ થયા બાદ હોબાળો થયો હતો, ત્યારે હવે આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના જ સંભલ જિલ્લામાં બન્યો છે જેમાં ખાનગી શાળાના શિક્ષકે એક વિદ્યાર્થીને પોતાના જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને થપ્પડ મારવા કહ્યું હતું. આ વિદ્યાર્થીએ ઘરે પહોંચ્યા બાદ પરિવારને આ વાતની જાણ કરતા ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટના અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુગાવર ગામની એક ખાનગી શાળામાં બની હતી. હાલ આ મામલે મહિલા શિક્ષિકાની સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે એડિશનલ એસપી શિરિષ ચંદ્રાએ જણાવ્યું હતું કે પીડિત વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધાર પર મહિલા શિક્ષિકા વિરુદ્ધ આઈપીસી કલમ 153એ (ધર્મ, જાતિ વગેરેના આધાર પર વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને કલમ 232 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *