પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને ફિજિક્સનો નોબેલ

Spread the love

પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો

નવી દિલ્હી

વર્ષ 2023 માટેના ભૌતિકી (ફિજિક્સ)માં નોબલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. રૉયફિજિક્સમાં લ સ્વીડિશ એકેડમી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ફિજિક્સમાં પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને આ એવોર્ડ મળ્યો છે. પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો છે.

ઉલ્લેખનિય છે કે, કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા એમઆરએનએ વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો અને ડ્રુ વેઇસમેન ને મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવાની ગઈકાલે જાહેરાત કરાઈ હતી. બંને વૈજ્ઞાનિકોએ વૈક્સિન દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારસરણી બદલી નાખી. શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર એટલે કે એક્શન અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા હતા. કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તે શરીરના કયા ભાગમાં વધુ અસર કરી રહ્યો છે… આ બધી બાબતો સમજ્યા બાદ બંને વૈજ્ઞાનિકોએ એમઆરએનએ વેક્સીનનો ફોર્મ્યૂલા વિકસાવી… ત્યારબાદ વેક્સીન પણ બનાવાઈ… વાસ્તવમાં આપણી કોશિકાઓના ડીએનએને મેસેંજર આરએનએ એટલે કે એમઆરએનએના રૂપમાં બદલવામાં આવ્યું, જેને ઈન વિટ્રો ટ્રાન્સક્રિપ્શન પણ કહેવામાં આવે છે. કૈટેલિક આ પ્રોસેસને 90ના દાયકાથી વિકસીત કરી રહી હતી. આ દરમિયાન ડ્રુ વેઇસમેન કેટેલિકના નવા સાથી બન્યા… જેઓ શ્રેષ્ઠ ઈમ્યૂનોલોજિસ્ટ છે… ત્યારબાદ બંનેએ મળીને ડેંડ્રિટિક સેલ્સની તપાસ કરી… કોવિડ દર્દીઓની ઈમ્યૂનિટી તપાસી… ત્યારબાદ વેક્સીનથી ઉત્પન થતા ઈમ્યૂન રેસપોન્સને વધાર્યું… તેમણે એમઆરએનએ પ્રોસેસથી વેક્સીન બનાવી, જેનાથી લોકોને કોરોનામાંથી રાહત મળી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *