હાઈકોર્ટે 7.5 વર્ષથી જેલમાં બંધ આકાશ ચંડાલિયાને જામીન મંજુર કરતી વખતે આ ટિપ્પણી કરી
મુંબઈ
મુંબઈ હાઈકોર્ટે ડબલ મર્ડર કેસના આરોપી આકાશ ચંડાલિયાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જે અંડર ટ્રાયલ કેદીઓ લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને સામાન્ય રીતે જામીન પર છોડી દેવા જોઈએ, પછી ભલે તેઓએ ગંભીર ગુનો આચર્યો હોય. હાઈકોર્ટે 7.5 વર્ષથી જેલમાં બંધ આકાશ ચંડાલિયાને જામીન મંજુર કરતી વખતે આ ટિપ્પણી કરી છે. ન્યાયાધીશે કહ્યું કે, ઝડપી સુનાવણી સુનિશ્ચિત કર્યા વગર કોઈપણ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવું એ ભારતના બંધારણની કલમ-21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) મુજબ નથી.
બાર એન્ડ બેન્ચના અહેવાલો મુજબ ન્યાયાધીશે તેમના 7 પેજના આદેશમાં જણાવ્યું છે કે, ઝડપી સુનાવણી સુનિશ્ચિત કર્યા વગર કોઈપણ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવું એ ભારતના બંધારણની કલમ-21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) મુજબ નથી… જો સમયસર સુનાવણી શક્ય ન હોય, તો આરોપીને વધુ કેદની સજા થઈ શકે નહીં… જો આરોપી પ્રસ્તાવિત સમયગાળાના મહત્વના સમયગાળામાંથી પસાર થયો છે. સજા અને આવી પરિસ્થિતિઓમાં સામાન્ય રીતે આરોપી પર લાગેલા આરોપોની ગંભીરતાને ધ્યાને લઈ, તેને જામીન પર છોડવા માટે કોર્ટ બંધાયેલી રહેશે.
મુંબઈ હાઈકોર્ટ સમક્ષ જામીન અરજી ગેંગસ્ટર કિસન પરદેશી સામેના કેસ સાથે સંબંધિત હતી. પોલીસે પરદેશી અને ચંડાલિયા સહિત તેના સાથીઓ પર 2015માં બે લોકોનું અપહરણ, હુમલો અને હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આરોપીઓએ કથિત રીતે તે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, ત્યારબાદ તેઓનું મોત થયું અને પછી મૃતદેહો મળી આવ્યા હતા. ચંડાલિયાએ જામીન અરજીમાં જણાવ્યું કે, આ કેસના તેના 2 સહ-આરોપીઓ વિકાસ ગાયકવાડ અને યાસ્મીન સૈય્યદને 2022માં જ જામીન પર છોડી દેવાયા હતા. ન્યાયાધીશ ડાંગરેએ કહ્યું કે, કેસમાં વિલંબ થવાની બાબતને ધ્યાને રાખી બંને સહ-આરોપીઓને છોડી દેવાયા… તેમણે વધુમાં કહ્યું કે, એવું કોઈપણ કારણ નથી કે, ચંડાલિયાને પણ જામીન પર ન છોડવો જોઈએ, તેથી તેની જામીન અરજી મંજૂર કરાઈ….