વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી, તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા ‘જુએમબીઓસ’ નામ આપવામાં આવ્યું છે

નવી દિલ્હી
આપણા બ્રાહ્માંડમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી આપણે અજાણ છીએ. જોકે, દિવસેને દિવસે વૈજ્ઞાનિકો દ્વારા અવકાશમાં અવનવી વસ્તુઓની શોધ થતી રહે છે. એવામાં હાલ અવકાશમાં એક એવી વસ્તુ તરતી છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ‘અજાયબી’ ગ્રહનું કદમાં આપણી પૃથ્વી કરતાં લગભગ 11 ગણું મોટું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે સૂર્યમંડળના સૌથી મોટો ગ્રહ ગુરુ જેટલું મોટું કદ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી હતી. તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા ‘જુએમબીઓસ’ નામ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકો જેમ્સ ટેલિસ્કોપ દ્વારા ઓરિઅન નેબ્યુલાનું સર્વે કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને આ અજાયબી જોવા મળી.
યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ)એ આ વિચિત્ર ગ્રહને લઈને બે અલગ-અલગ થિયરી આપી છે. ઈએસએ અનુસાર, સૌપ્રથમ તો શક્ય છે કે આ વિશાળ પદાર્થ એવી જગ્યાએ વિકસિત થયો હોય જ્યાં તારા માટે પૂરતું વાતાવરણ ન હોય. ઉપરાંત અન્ય થિયરી મુજબ તે ગ્રહ પણ હોઈ શકે છે અને ગુરુત્વાકર્ષણની ક્રિયાપ્રતિક્રિયાઓને કારણે, તારાઓ વિખેરાઈને દૂર ખસી ગયો હોય શકે છે.
યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનીકે એક વાતચીતમાં આપેલ જાણકારી અનુસાર, બીજી થિયરી કે જેને ગ્રહનું તારણ આપ્યું છે તે વધુ તર્કને અનુરૂપ લાગે છે. આ અજાયબી એક ગ્રહ છે અને તેના તારાથી અલગ થઈ ગયો છે. જો કે, અમૂક વૈજ્ઞાનિકોનું તો એમ પણ માનવું છે કે, ગુરુ જેટલો મોટો પદાર્થ પોતાની મેળે બને તે શક્ય નથી. હાલમાં, આ અજાયબી વિશે વધુ તથ્યોની શોધખોળ ચાલી રહી છે.