કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની પાક.ને સલાહ

Spread the love

આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થવાની વિશ્વ બેંકને આશા

ઈસ્લામાબાદ

વિશ્વ બેંકે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તમામ ટેક્સ રાહતોને બંધ કરી અને કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની સલાહ આપી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર જો આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થશે. 

સમાચાર પત્ર ‘ડૉન’ વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર નજી બેનહાસિન અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી તોબિયાસ હક હવાલાને ટાંકીને કહ્યું કે, દેશના અધિકાર ક્ષેત્રમાં આવતા 2 મુખ્ય સેક્ટરો રિયલ એસ્ટેટ અને કૃષિ સેક્ટરના લોકો પાસે મોટાભાગે કરમુક્ત મિલકતો છે, તેથી સેવામાં સુધારો થઈ શકે અને કેન્દ્ર પર નાણાંકીય બોઝ ઘટે તે માટે આ બંને સેક્ટરો પર કર લાદવો જોઈએ.

ડૉન સમાચાર પત્રે તોબિયાસ હકને ટાંકીને કહ્યું કે, બેંકના અંદાજ મુજબ જો કૃષિ આવક અને સંપત્તિ ટેક્સમાં યોગ્ય રીતે સુધારો કરી લાગુ કરવામાં આવે તો વાર્ષિક ધોરણે પાકિસ્તાનની જીડીપીમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે, જે ત્રણ લાખ કરોડ રૂપિયાથી થોડું વધુ છે.

તેમણે કહ્યું કે, દેશના કુલ જીડીપીમાંથી રિયલ એસ્ટેટનો બે ટકા અને કૃષિ સેક્ટરનો એક ટકા ફાળો હોવો જોઈએ. એટલે કે સત્તાવાર જીડીપીના આકાર મુજબ રિયલ એસ્ટેટમાંથી 2.1 ટ્રિલિયન રૂપિયા અને કૃષિ સેક્ટર દ્વારા એક ટ્રિલિયન રૂપિયા આવક મેળવવી જોઈએ. વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાન સરકારને સોંપાયેલ વિગતવાર સૂચનોને ટાંકીને તોબિયાસ હકે કહ્યું કે, વર્લ્ડ બેંકના સૂચનો શ્રેષ્ઠ, વિકાસશીલ અને પ્રગતિશીલ કૃષિ આવકવેરાના માધ્યમથી દેશની આવકને વધારવાની હિમાયત કરે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *