ભીષણ આગને કાબુમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઈડરથી ફાયર વિભાગની ટીમો ને બોલવવામાં આવી
શામળાજી
શામળાજીમાં એક બંધ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો, હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લીના શામળાજીની અસાલ જીઆઈડીસીમાં છેલ્લા ચાર મહિનાથી બંધ ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં 60થી વધુ કેમિકલ ભરેલા ટેન્કરો બળીને ખાક થઈ ગયા હતા. આ ભીષણ આગને કાબુમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઈડરથી ફાયર વિભાગની ટીમો ને બોલવવામાં આવી છે. હાલ આ આગ ક્યા કારણોસર લાગી છે તેની માહિતી સામે આવી નથી. આ આગની એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. આ ફેક્ટરી બંધ હોવાથી અને અંદર કોઈ માણસ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આગને કારણે કંપનીને મોટા પાયે નુકસાન થયાનો અંદાજ છે. આ આગ લાગતા આજુબાજુની ફેક્ટરીના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.