ખેલમહાકુંભ તાલુકાકક્ષાની પાંચ જાન્યુ. અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓ 15 જાન્યુઆરીથી યોજાશે

અમદાવાદ ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે. ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar…

ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓ યોજાઈ

અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાની શહેર અને ગ્રામ્ય કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓમાં…