ખેલમહાકુંભ તાલુકાકક્ષાની પાંચ જાન્યુ. અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓ 15 જાન્યુઆરીથી યોજાશે

Spread the love

અમદાવાદ

ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે. ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar લીંક પર મૂકવામાં આવ્યો છે.
જે માટે વેબસાઇટ ખોલીને લીંક ઉપર કલીક કરી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લો સિલેકટ કરવાનો રહેશે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાનો વિગતવાર કાર્યક્રમ જોવા મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ કાર્યક્રમના સમય પત્રક મુજબ ભાગ લેવાનો રહેશે. સ્પર્ધા સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે. જેથી ભાગ લેનાર તમામ ખેલાડીઓ/ટીમોએ સ્પર્ધા સ્થળે સમયસર પહોંચી જવાનું રહેશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *