કોલકાતા
બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચમાં ગુજરાતે છત્તીસગઢ સામે 183 રને આસાન વિજય મેળવ્યો હતો. મેચ કોલકાતાના વીડિયોકોન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. છત્તીસગઢે ટોસ જીતીને ફિલ્ડીંગ કરતા ગુજરાતને 50 ઓવરમાં નવ વિકેટે 316 રન બનાવ્યા હતા જેના જવાબમાં છત્તિસગઢની ટીમની ઈનિંગ્સ 133 રનમાં સમેટાઈ ગઈ હતી. આ વિજય સાથે ગુજરાતની ટીમ સ્પર્ધાની સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ હતી.
ટૂંકો સ્કોર
ગુજરાત – 50 ઓવરમાં 9 વિકેટે 316 રન (જયમીત પટેલ 72 બોલમાં 7 ચોગ્ગા, ત્રણ સિક્સરની મદદથી 84, ઋષિ પટેલ 70 બોલમાં 10 ચોગ્ગા ત્રણ સિક્સરની મદદથી 78, ક્રિશ ગુપ્તા 35 બોલમાં 7 ચોગ્ગા, એક સિક્સરની મદદથી 46 રન, વિકલ્પ તિવારી 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ).
છત્તીસગઢ – 26.4 ઓવરમાં 133 રન ઓલઆઉટ ( વિકલ્પ તિવારી 41 બોલમાં 4 ફોરની મદદથી 27 રન, જય માલુસરે 7 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ, ક્રિશ ગુપ્તા 3.4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ, સરલ પ્રજાપતિ, 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ).
પરિણામ :- ગુજરાત 183 રનથી જીત્યું.