દેશભરમાં ભાષણ આપતા મોદી મણિપુર હિંસા મુદ્દે સંસદમાં કેમ નથી બોલતાઃ ખડગે

Spread the love

મણિપુરનું સળગવું એ દેશ માટે એક કાળો અધ્યાય છે. જે સરકારે ગત 85 દિવસોથી મણિપુરના લોકોની પીડા પર ધ્યાન નથી આપ્યું તે માનવતા પર કલંક જ છેઃ કોંગ્રેસના અધ્યક્ષ


નવી દિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ ગુરુવારે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં બોલવા મુદ્દે પીએમ મોદી કેમ ખચકાય છે? આ તો લોકતંત્રનું મંદિર છે. તેમની પાસે દેશભરમાં રાજકીય ભાષણો આપવા માટે પૂરતો સમય છે પણ સંસદમાં બોલવાનો નથી. આ લોકતંત્રને બગાડી રહ્યું છે.
ખડગેએ પીએમ મોદી સામે પ્રહાર કરવાનું ચાલુ રાખતાં કહ્યું કે મણિપુરના લોકોનો અવાજ સરકારને સંભળાઈ રહ્યો નથી, આ એક માનવતા પર કલંક સમાન બાબત છે. ખડગેએ ટ્વિટ કરતાં કહ્યું કે મણિપુરનું સળગવું એ દેશ માટે એક કાળો અધ્યાય છે. જે સરકારે ગત 85 દિવસોથી મણિપુરના લોકોની પીડા પર ધ્યાન નથી આપ્યું તે માનવતા પર કલંક જ છે.
કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીને ઘેરતાં કહ્યું કે સંસદમાં સત્ર ચાલી રહ્યું છે અને વડાપ્રધાન ગૃહમાં બોલવાની જગ્યાએ વિવિધ જગ્યાઓ પર જઈને ભાષણો આપી રહ્યા છે. આ લોકતંત્રને કલંકિત કરે છે. તેમણે કહ્યું કે વિપક્ષને ગાળો આપી, મોદી સરકારના કુકર્મોને મિટાવી નહીં શકાય. ફક્ત દલિતો, જનજાતિ અને પછાતવિરોધી લોકો જ કાળા કપડાની મજાક ઉડાવે છે પણ અમારો કાળો રંગ વિરોધ અને શક્તિનો પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *