રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫
અમદાવાદ રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ૧.૫.૨૦૨૫ થી ૫.૫.૨૦૨૫ સુધી સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાશે. ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ ૧.૫.૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ સાથે કુલ ૯ રાઉન્ડ રમાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૨૫૦ થી વધુ ખેલાડીઓ…
