જયનિલ મહેતાએ રોમાંચક ફાઇનલમાં સોહમને હરાવી સતત બીજું સ્ટેટ મેન્સ ટાઇટલ જીત્યું

સાત ગેમ સુધી ખેંચાયેલી ફાઇનલમાં જયનિલનો 4-3થી વિજય; અંડર-19માં અભિલાક્ષ પટેલનો અપસેટ, અંડર-17માં માનવ પંચાલ ચેમ્પિયન આણંદ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ રોમાંચક મુકાબલામાં અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યને 4-3થી હરાવી મેન્સ સિંગલ્સનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. સાત ગેમ સુધી ચાલેલી…

સોહમ ભટ્ટાચાર્ય અને પ્રથમ માદલાણીએ અપસેટ સર્જી મેન્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને સોહમે 3-1થી હરાવ્યો, જ્યારે પ્રથમ માદલાણીએ ધૈર્ય પરમારને પછાડ્યો આણંદ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યએ ટોચના ક્રમાંકિત અને બે વખતના સ્ટેટ રેન્કિંગ ચેમ્પિયન અભિલાષ રાવલને 3-1થી હરાવીને મોટો…

આણંદમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસઃ મેન્સ-વિમેન્સમાં ટાઇટલ માટે તીવ્ર મુકાબલો

24થી 27 સપ્ટેમ્બર દરમિયાન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટીટીઃ 616 એન્ટ્રી સાથે ₹2.90 લાખની ઇનામી રકમ આણંદ સિઝનની પ્રથમ પાંચ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં ચાર અલગ-અલગ ખેલાડીઓએ મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હોવાથી આણંદમાં યોજાનારી છઠ્ઠી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ટાઇટલ માટે ભારે રસાકસી જોવા મળશે. 24થી 27…

ગુજરાતને ટેબલ ટેનિસનું હબ બનાવવું એ અમારું મુખ્ય લક્ષ્યાંક છેઃ પ્રમોદ ચૌધરી

ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવું રાજ્યમાં રમતના વિકાસનું પરિણામઃ જીએસટીટીએ પ્રમુખ પ્રમોદ ચૌધરી ગાંધીધામ ગુજરાત ટેબલ ટેનિસ ક્ષેત્રે દેશના મહત્વના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. એશિયન ગેમ્સ માટેની ભારતીય પુરુષ ટીમના 5 ખેલાડીઓમાંથી 3 ગુજરાતી હોવાની સિદ્ધિ અંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના પ્રમુખ પ્રમોદ ચૌધરી અને સેક્રેટરી…

એશિયન ગેમ્સ પહેલાં માનવ ઠક્કરનો આત્મવિશ્વાસઃ ‘ભારત હવે માત્ર ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરે છે’

સિંગલ્સમાં પહેલીવાર એશિયન ગેમ્સ રમશે ગુજરાતનો પેડલર; માનુષ શાહ સાથે પુરુષ ડબલ્સમાં પણ મેડલની આશા ગાંધીધામ ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર માટે આગામી એશિયન ગેમ્સ કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની રહેશે. બે એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો 26 વર્ષીય માનવ આ વખતે પ્રથમવાર એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વના…

ટેબલ ટનિસ સ્ટાર હરમિત દેસાઈની પિતા બન્યા બાદ પહેલી મોટી પરીક્ષા, એશિયન ગેમ્સમાં મેડલ માટે સજ્જ

સતત ચોથી એશિયન ગેમ્સ રમવા જઈ રહેલા અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ તૈયારી, પિતા બનવાનો અનુભવ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે દિલ ખોલીને વાત કરી સુરત: ભારતના અગ્રણી ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાના ગણતરીના દિવસો પહેલાં…

વિવાન દવેને ફિલિપાઇન્સની WTT યૂથ કન્ટેન્ડરમાં સિલ્વર મેડલ

અંડર-15 કેટેગરીમાં સતત ત્રણ જીત સાથે ફાઇનલમાં પહોંચ્યો; રોમાંચક મુકાબલામાં વત્સલ ડુકલાન સામે 2-3થી હાર ગાંધીધામ ગુજરાતના ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી વિવાન દવેએ ફિલિપાઇન્સના પ્યુઅર્ટો પ્રિન્સેસામાં યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ જીત્યો છે. એડવર્ડ એસ. હાગેડોર્ન કોલિસિયમ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિવાન આંતરરાષ્ટ્રીય…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અપસેટ

અયાઝ, પ્રથમ, વેદ, ખનક અને નિયતીએ ક્રમાંકિત ખેલાડીઓને હરાવી ચોંકાવ્યા સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના બીજા દિવસે મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા. અમદાવાદની ખનક શાહ અને સુરતની નિયતી પાઠકે વિમેન્સ રાઉન્ડ ઓફ 32માં જ્યારે સુરતના…

રાજ્યમાં ટેબલટેનિસ સ્પર્ધામાં પુરસ્કારની રકમમાં 115 ટકાનો વધારો કરાયો

ગુજરાત વિજેતા ટીમો માટે આંતર-જિલ્લા ટીમ ચેમ્પિયનશિપમાં ઇનામી રકમ રજૂ કરનાર પ્રથમ રાજ્ય અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) એ તેની માર્કી ઇવેન્ટ, સ્ટેટ ચેમ્પિયનશિપની ઇનામી રકમમાં 115 ટકાનો જંગી વધારો કર્યો છે. આ નિર્ણય 27 એપ્રિલના રોજ અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો.ઉપરાંત, રાજ્ય રેન્કિંગ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં…

86મી સિનિયર નેશનલ્સ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનારી વિમેન્સ ટીમને 1.25 લાખનો પુરસ્કાર એનાયત

સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વર્તમાન નેશનલ ચેમ્પિયન માનુશ શાહને 2.5 લાખનો રોકડ પુરસ્કાર અમદાવાદ રાજ્યના ખેલાડીઓના વર્ષ દરમિયાનના શાનદાર પ્રદર્શનને કદરરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન તેના ખેલાડીઓને 3.75 લાખના પુરસ્કાર ઉપરાંત લગભગ 76 ટ્રોફી એનાયત કરાયા. રવિવારે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ…

સુરત ખાતે યોજાયેલી સ્ટેટ ટીટી એસો.ની એજીએમમાં મોખરાના હોદ્દેદારોની બિનહરીફ ચૂંટણી

રાજ્યમાં આ વર્ષે એસોસિયેશન દ્વારા સિનિયર નેશનલ ટીટી, સબ જુનિયર નેશનલ અને પેરા નેશનલ ટુર્નામેન્ટ યોજાશે ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ની વાર્ષિક સાઘારણ સભા (એજીએમ) 2024 રવિવારે સુરત ખાતે યોજાઈ હતી જેમાં એસોસિયેશનના પ્રમુખ તરીકે પ્રમોદ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આમ તેઓ 2024-28ની કારોબારીમાં ફરી એક વાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે….

ગુજરાત સ્ટેટ ટીટી એસોસિઅશન દ્વારા વિશ્વ ટીટી દિવસની ઉલ્લાસભેરઉજવણી

સુરત આજે વિશ્વ ટેબલ ટેનિસ દિવસના ઉપલક્ષમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)એ તેના સુરતની તાપ્તી વેલી સ્કૂલ ખાતેના એસએજી-તાપ્તી વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આજના દિવસે વિશ્વ નં. 64 અને સ્થાનિક ખેલાડી હરમીત દેસાઈએ તેના ચુસ્ત તાલીમ કાર્યક્રમ માંથી સમય કાઢીને તાપ્તી વેલી સ્કૂલના 50 જેટલા બાળકોને બેઝિક…