ગુજરાતમાં સુનામીની તૈયારીઓનો વિસ્તારઃ જીએસડીએમએ, INCOIS, કચ્છ વહીવટીતંત્ર તથા રિલાયન્સ ફાઉન્ડેશને રાપર ગઢ ગામે મેગા મોક એક્સરસાઈઝ હાથ ધરી
અબડાસા મંગળવારે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ ‘સુનામી-રેડી’નું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે. વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને યાદ કરતા, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ…
