આ ઘટના એ.આર.બટાલિયનના કેમ્પસમાં બની, મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું
ઈમ્ફાલ
દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના એ.આર.બટાલિયનના કેમ્પસમાં બની હતી જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું.
માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાશી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જોકે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.