યુક્રેને આ વિસ્તારમાંથી તેની સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લીધો
મોસ્કો
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ થમ્યું નથી. યુક્રેનના અવદિવકા શહેરને રશિયાએ કબજે કરી લીધું છે. ત્યારે યુક્રેને આ વિસ્તારમાંથી તેની સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. યુક્રેનના નવા આર્મી ચીફ જનરલ સિરિસ્કીએ આ અંગે જાહેરાત કરી હતી.
હથિયારોની અછત અને રશિયાના તાબડતોબ હુમલાથી યુક્રેનના સૈનિકોને પીછેહઠ કરવી પડી હતી. રશિયન સેનાએ યુક્રેનની સેનાને ત્રણ બાજુથી ઘેરી લીધી અને તેના પર હુમલોઓ કર્યા, જેના કારણે યુક્રેનની સેનાની સપ્લાય લાઇન તૂટી ગઈ હતી. હવે યુક્રેનની સેનાની પરત ફરી રહી છે અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ નાટો દેશો પાસે મદદની ગુહાર લગાવી છે.
યુક્રેનનું અવદિવકા શહેર તબાહ થઈ ગયું છે. હજારો ઈમારતોવાળા શહેરમાં તૂટેલી દિવાલો અને અડધી બળી ગયેલી ઈમારતો દેખાય છે. 32 હજારની વસ્તી અવદિવકા ખંડેર બની ગયું છે. અહીં એક પણ ખૂણો સુરક્ષિત નથી. યુક્રેનના સૈનિકો અવદિવકામાં પરાજિત થયા બાદ પરત ફરી રહ્યા છે. લોકો આ શહેર છોડીને ભાગી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી નાટો દેશો પાસે મદદ માગી રહ્યા હતા, જેથી યુક્રેનની સેના અવદિવકાને બચાવી શકે, પરંતુ તે મદદ કરી શક્યું નહીં. હથિયારોની અછતને કારણે સેનાને અવદિવકાને બચાવવું ખૂબ મુશ્કેલ બન્યું. રશિયા એવડિવકા પર કબજો કરી લીધો છે.