જૂનાગઢની 13 વર્ષીય જેન્સી કાનાબારે એશિયન ગ્રેડ-1 અંડર-14 ગર્લ્સ ટૂર્નામેન્ટમાં સિંગલ્સ-ડબલ્સનાં ટાઈટલ જીત્યા

Spread the love

અમદાવાદ

જૂનાગઢની 13 વર્ષની જેન્સી કાનાબારે પોતાનું સારું ફોર્મ જાળવી રાખતાજયપુર ખાતે એશિયન ગ્રેડ 1 U14 ગર્લ્સ ટુર્નામેન્ટની સિંગલ્સ અને ડબલ્સમાં વિજય મેળવ્યો. જેન્સીને એસ ટેનિસ એકેડમીમાં તાલીમ આપવામાં આવી છે અને એસ ટેનિસ એકેડમીના કોચ તેને જૂનાગઢમાં તાલીમ આપે છે. જેન્સી U14માં ભારતની નંબર 1 અને એશિયામાં ટોપ 10માં છે.

જેન્સીએ જાહ્નવી સામે 6-1,6-1થી વિજય મેળવ્યો. ડબલ્સમાં જેન્સી અને ખુશી 6-0,7-6થી વિજય સાથે ચેમ્પિયન બન્યા હતા. જેન્સીએ એશિયન કેટેગરી-1ની ફાઇનલમાં હર્ષ ઓરુંગતી સામે 3-6,6-4,6-1થી જીત મેળવીને ટાઈટલ હાંસલ કર્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *