વડોદરા
BCCIની મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી મેચ આજે ગુજરાત વિ ત્રિપુરા વચ્ચે દર્શનમ્ ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ત્રિપુરાનો દાવ 44.4 ઓવરમાં 142 રનમાં સમેટાઈ ગયો હતો જેના જવાબમાં ગુજરાતે 27.5 ઓવરમાં પાંચ વિકટે 148 રન બનાવી મેચ જીતી લીધી હતી.
ટૂંકો સ્કોર
ત્રિપુરા – 44.4 ઓવરમાં 142 રન ઓલઆઉટ (અરિંદમ બર્મન 46 બોલમાં 1 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 29 રન, આનંદ ભોમિક 51 બોલમાં 1 ફોરની મદદથી 24 રન, સરલ પ્રજાપતિ 8.4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ, જય માલુસરે 8 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ, અમિત દેસાઈ 10 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ).
ગુજરાત – 27.5 ઓવરમાં 5 વિકેટે 148 રન ( રૂદ્ર એ પટેલ 77 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 53 રન, આસુતોષ પટેલ 47 બોલમાં 6 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 44 રન, દિપ્તનુ 7 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ).
પરિણામ:-ગુજરાત 5 વિકેટે જીત્યું.