રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નારી શક્તિ વંદન બિલમાં બે ખામીઓનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી
નારી શક્તિ વંદન બિલ કે જે 27 વર્ષથી લટકી રહ્યું હતું જેને હાલ બંને ગૃહમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે મહિલા અનામત બિલ પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ બિલમાં બે ખામી રહેલી છે તેવો ઉલેખ્ખ કર્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર જાતિ ગણતરી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં બે ખામીઓ નીકળી હતી. પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવાની જરૂર છે. આ બંને કામમાં ઘણા વર્ષો લાગશે. જો સરકાર ઈચ્છે તો મહિલા અનામતને હાલમાં જ લાગુ કરવી શકે તેમ છે. વધુમાં રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યા હતા કે આનો અમલ થશે કે નહીં તે કોઈને ખબર નથી. આ ધ્યાન ભટકવા માટેની રાજનીતિ છે.
રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં ઓબીસી અનામત લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે સવાલ કર્યો કે, જે સંસ્થાઓ દેશ ચલાવે છે જેમ કે સંસદમાં કેબિનેટ સેક્રેટરી અને સેક્રેટરીઓ તેમાં 90માંથી માત્ર ત્રણ અધિકારીઓ જ ઓબીસી કેટેગરીના કેમ છે? પીએમ મોદી રોજ ઓબીસીની વાત કરે છે પરંતુ તેમણે ઓબીસી કેટેગરી માટે શું કર્યું?