સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત
અદભૂત ડિઝાઈન સાથેનો એકદમ નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે
જિયોએ જિયોફોન પ્રાઇમા ટુનું અનાવરણ કર્યું છે, આ ફોન પ્રીમિયમ મોબાઇલ ફોનના અનુભવને પુનઃ આલેખી રહ્યો છે. તેની કર્વ ડિઝાઇન ફોનની આકર્ષક અને ભવ્ય પ્રોફાઇલને એકસાથે વધારી રહી છે. તેનું વૈભવી લાગતું લેધર ફિનિશ ફોનના સ્પર્શનો અદકેરો અનુભવ આપે છે, પ્રાઇમા ટુ માત્ર જોવામાં જ આકર્ષક નથી, પણ તેને પકડવાનો આનંદ પણ અનન્ય છે, ફોનના દેખાવનું લાવણ્ય આકર્ષક છે અને ફોનના લક્ઝરી લૂકને નવા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે. નવો જિયોફોન પ્રાઇમા ટુ આધુનિક જીવનશૈલી સાથે મેળ ખાતી અદભૂત ડિઝાઇનને ઉજાગર કરે છે.
જિયોફોન પ્રાઇમા ટુ પરંપરાગત ફીચર ફોનની મર્યાદાઓને તોડે છે અને તે મૂળભૂત વીડિયો કૉલિંગથી સજ્જ છે, તે વપરાશકર્તાઓને કોઈપણ અલગ એપ્લિકેશનની જરૂર વગર સામ-સામે કનેક્ટ કરી આપે છે. આ નવીન ટેક્નોલોજીની સુવિધા કોઈ અડચણ વગરના કમ્યુનિકેશનને સુનિશ્ચિત કરે છે, પ્રિયજનોને પહેલા કરતા વધુ નજીક લાવે છે.
જિયોફોન પ્રાઇમા ટુ 4Gની લોકપ્રિય એપ્સ જેમ કે યુટ્યૂબ, ફેસબૂક અને ગૂગલ વૉઇસ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે. તે જિયોટીવી, જિયોસાવન, જિયોન્યૂઝ અને જિયો સિનેમા જેવી જિયો એપ્સની ઍક્સેસ પણ આપે છે અને વપરાશકર્તાઓને જિયોપે દ્વારા યુપીઆઇ ચુકવણીની સુવિધા પણ આપે છે. ખાસ જિયોચેટ ઉપલબ્ધ હોવાથી તેમાં ગ્રૂપ ચેટ, વૉઇસ મેસેજિસ, ફોટો અને વીડિયો શેર કરી શકાય છે. જિયોફોન પ્રાઇમા ટુ જિયોસ્ટોર સાથે આવે છે, તેમાં વિવિધ એપ્સ આપવામાં આવી છે, તેને વપરાશકર્તાઓ તેમની જરૂરિયાત મુજબ ડાઉનલોડ કરી શકે છે.
સોફ્ટ પુશ બટનો સાથેનું ટેક્ટાઈલ કીપેડ ઉપયોગમાં ખૂબ જ સરળ છે, માઇક્રોફોન આઇકોન સાથે એક મોટી નેવિગેશન કી મૂકેલી છે જે ગૂગલ વૉઇસ આસિસ્ટન્ટની સરળ ઍક્સેસને સુગમ બનાવે છે.
જિયોફોન પ્રાઇમા ટુ 4G KaiOS પર ચાલે છે અને તે ક્વાલકોમ પ્રોસેસર થકી સંચાલિત છે અને 512 એમબી રેમ સાથે આવે છે તથા તમામ એપ્લિકેશનો ચલાવવા માટે 4 જીબીની ઇન્ટરનલ મેમરી ધરાવે છે, 128 જીબી સુધીના એક્સર્ટનલ એસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં 2.4-ઇંચની એલસીડી સ્ક્રીન અને 2000 mAh બેટરી છે.
સ્માર્ટ ફીચર ફોનમાં ડીજિટલ સેલ્ફી અને રિયર કેમેરા પણ છે જેનાથી ઉપયોગકર્તા ઉત્તમ ગુણવત્તાના ફોટા અને વીડિયો લઈ શકે છે. મ્યુઝિક માટે યુઝર્સને 3.5 એમએમ હેડફોન જેક મળે છે અને આ ફોન બ્લૂટૂથ 5.0 અને વાઇ-ફાઇ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે. ફોન અંગ્રેજી અને 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
જિયોફોન પ્રાઇમા ટુની કિંમત રૂ. 2799/- છે, તે ફીચર ફોન કેટેગરીમાં એક ફ્લેગશિપ ફોન તરીકે સ્થાન ધરાવે છે અને ફીચર ફોનની સાદગીને સોફિસ્ટિકેશન સાથે જોડીને આ ઉદ્યોગમાં એક નવું સીમાચિન્હ સ્થાપિત કરે છે.
જિયોફોન પ્રાઇમા ટુ સાથે તમે માત્ર ફોનનો ઉપયોગ જ નથી કરતા; તમે જીવનશૈલીમાં આગળ હોવાનો અનુભવ કરો છો. ફીચર ફોનના ભવિષ્યમાં ડગ માંડવાનો આ સમય છે – જ્યાં એલિગન્સ ઇનોવેશનને મળે છે.