ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર અને જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો
નવી દિલ્હી
વડાપ્રધાન મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેક યુવા હસ્તીઓને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો. આ સાથે જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન ડૂ હિક્સને પણ સન્માનિત કર્યા. તેમણે ડૂ હિક્સને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય રચનાકાર એવોર્ડ આપ્યો હતો.