કન્ફર્મ ટિકિટ છતાં અમૃતપાલની પત્નીને યુકે જતા અટકાવાઈ

Spread the love

તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી

ચંડીગઢ

આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કન્ફર્મ ટિકિટ હોવા છતાં ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે. તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ થઈ શકે છે અને ભારત વિરુદ્ધ નફરત ફેલાવી શકે છે.

રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ અન્ય લોકો સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ  વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરે જેલમાં પોતાના પતિ સાથે નિયમિત મુલાકાત દરમિયાન કથિત ઉત્પીડન અંગે આઘાત અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, કે કિરણદીપની મુસાફરીની યોજનાઓ ખાલિસ્તાની શીખ નેતા અવતાર સિંહ ખાંડાના માનમાં આગામી સમારોહ સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે જેનું તાજેતરમાં જ યુકેની એક હોસ્પિટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે ખાંડા ખાલિસ્તાન તરફી નેતા અમૃતપાલ સિંહનો નજીકનો સાથી હતો.

પોલીસ અને એજન્સીઓને આશંકા છે કે કિરણદીપ યુકેમાં ભડકાઉ ભાષણો કરી શકે છે જે સંભવિતપણે ભારત વિરુદ્ધ નફરત ફેલાવી શકે છે. કિરણદીપ કૌરનું કહેવું છે કે, ઓફિશિયલ્સ નથી ઈચ્છતા કે તે અવતાર સિંહ ખાંડાના અંતિમ સંસ્કારમાં સામેલ થાય

કિરણદીપે કહ્યું કે, તેણે પોલીસ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ જ એક મહિના પહેલા તેની ટિકિટ બુક કરાવી હતી અને તેને 18 જુલાઈ સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં તેને ફરીથી અટકાવવામાં આવી છે. તેણે કહ્યું કે આ સરકાર અને વિશેષ એજન્સીઓ છે જે મને જવાથી રોકી રહી છે. હું માત્ર કાયદા અનુસાર મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહી છું અને મારા પરિવારને મળવું એ મારો માનવ અધિકાર છે.          

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *