અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિવાદિત માળખાને સ્પર્શ ન થાય અને ત્યાં કોઈ ખોદકામ ન થાય, અમે તમામ પક્ષકારોને સાંભળ્યા છેઃ સુપ્રીમ
નવી દિલ્હી
જ્ઞાનવાપી કેમ્પસના સર્વેની મંજૂરી આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ આ અંગે સુનાવણી કરી હતી. ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાના કલાકો બાદ અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના વકીલ નિઝામ પાશાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી, જેમાં સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે મુસ્લીમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સુપ્રીમ કોર્ટે પણ હવે એએસઆઈ સર્વે માટેની મંજૂરી આપી દીધી છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વિવાદિત માળખાને સ્પર્શ ન થાય અને ત્યાં કોઈ ખોદકામ ન થાય. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા છે.
મુસ્લિમ પક્ષની અપીલ પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, એએસઆઈએ રામ મંદિર વિવાદમાં સર્વે પણ કર્યો હતો. આખરે એએસઆઈના સર્વેમાં શું વાંધો છે? અમે ખાતરી કરીશું કે સર્વેક્ષણથી કેમ્પસને કોઈ નુકસાન ન થાય. તમને જણાવી દઈએ કે વારાણસીની જિલ્લા અદાલતે એએસઆઈ દ્વારા સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો, જેને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. આ પછી હવે સુપ્રીમ કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના વકીલોને પૂછ્યું કે, આ સર્વેમાં વાંધો શું છે? આનાથી શું નુકસાન થઈ શકે?
24 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે સર્વેક્ષણ પર રોક લગાવી દીધી અને મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્દેશ આપ્યો. આ પછી મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે હાઈકોર્ટે ફરીથી શરતો સાથે સર્વે કરવાનો આદેશ આપ્યો ત્યારે મુસ્લિમ પક્ષે આજે સર્વોચ્ચ અદાલતમાં સર્વે પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. દરમિયાન એએસઆઈની 40 સભ્યોની ટીમે જ્ઞાનવાપીનો સર્વે શરૂ કર્યો હતો. ટીમે આજે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું મેપિંગ કર્યું હતું. સર્વેક્ષણના દાયરામાં આવતી દરેક વસ્તુનો ટીમ પરિસરની અંદર ફોટો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.
પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટનો મુદ્દો પણ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે. મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ અહમદીએ જણાવ્યું હતું કે, પૂજા સ્થળ અધિનિયમની કલમ 2(b) હેઠળ તેની સ્થિતિ બદલી શકાતી નથી. આ વિભાગ રૂપાંતરણ વ્યાખ્યાયિત કરે છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તમે સાચા છો, એક્ટના 2(b)માં રૂપાંતર શબ્દનો વ્યાપક અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ સ્પષ્ટ છે કે પૂજા સ્થળના ધાર્મિક પાત્રમાં ફેરફાર ન કરવો જોઈએ. એએસઆઈ ટીમે આજે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું મેપિંગ કર્યું