ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ
મુંબઈ
અંબાણી પરિવારના ત્રણ સભ્યો ઈશા, આકાશ અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ માં સામેલ કરવા શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. શેરધારકોએ ત્રણેય ભાઈ-બહેનને કંપનીના નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવા પર મહોર મારી દીધી છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં બીએસઈ સ્ટોક એક્સચેન્જ ને જણાવ્યું કે, ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, 26 ઓક્ટોબર-2023ના રોજ બહુમતી સાથે ઠરાવ પસાર થયો છે. ઈશા અંબાણીને કુલ 98.21 ટકા મત મળ્યા છે, જ્યારે આકાશ અંબાણીને 98.06 ટકા અને અનંત અંબાણીને કુલ 92.67 ટકા મત મળ્યા છે.
28 ઓગસ્ટ-2022ના રોજ યોજાયેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, ઈશા, આકાશ, અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સામેલ કરાશે. કંપનીના બોર્ડે ત્રણે ભાઈ-બહેનને બોર્ડમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. જોકે શેરધારકોની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી હતી. હવે કંપનીના શેરધારકોએ ત્રણે ભાઈ-બહેનને બોર્ડમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાંથી રાજીનામી આપી દીધું હતું.