હૃદયની સંભાળ માટેના હૃદયથી સંવાદ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા
અમદાવાદ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત રાજય શાખા તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હ્રદયની સંભાળ માટેનો હ્રદયથી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૌરવ એવા વિશ્વ વિખ્યાત હ્રદયરોગના નિષ્ણાંતો પદ્મશ્રી ડો.તેજસ પટેલ, ડો. સમીર દાણી, અને ડો. ચિરાગ દોશી સાથે સંવાદ યોજાયો હતો ’હૃદયની સંભાળમાટેનો હૃદયથી સંવાદ’ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા હોવાની માહિતી રેડક્રોસ સોસાયટીના ગુજરાત શાખાના પ્રમુખ અજય પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ.તુષાર પટેલે આપી હતી. 100થી વધુ લોકોએ મોકલેલા સવાલ પરથી નિષ્ણાતોએ જવાબ આપ્યા હતા.
સંવાદ દરમિયાન હ્રદયરોગના નિષ્ણાંત પદ્મશ્રી ડો.તેજસ પટેલે જણાવ્યું હતું કે, વેક્સિનના કારણે હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધ્યા છેતે વાતને સોશિયલ મીડિયામાં વાત મૂકવી યોગ્ય નથી તેના ઠોસ સબૂત પણ નથી હું માનું છું કે કોવિડ વેક્સિનને દોષી ઠેરવવાનો કોઇ સવાલ જ નથી, તેના કારણે જ આપણે અત્યારે અહીં છીએ, એટલુંજ નહીં અમેરિકાના કેટલાક ભાગમાં વેક્સિન ન લેનારા વર્ગને બહુ મોટું નુકસાન થયું છે દેશના 140 કરોડ પ્રજામાંથી 80 કરોડથી વધુ જેટલાને બે ડોઝ વેકસીનના અપાઈ ચૂક્યા છે આમ તમામ ને જે જીવન મળ્યું છે.
જ્યાં પુરતા પુરાવા ન હોય ત્યાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું તેમ કહેવાનું અયોગ્ય છે, ખાસ કરીને આવી બાબતો ફેલાવીને સોશિયલ મીડિયા શારીરિક નહીં પણ મેન્ટલ હેલ્થ બગાડી શકે છે. હાલમાં અચાનક મૃત્યુ ના કેસમાં હાર્ટ એટેક જ થયો હોય તેમ કહેવાય છે પણ તેમાં સાચું કારણ ખબર નથી હોતી, આપણે ત્યાં જેમાં કારણ નથી ખબર તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કરવાનો રિવાજ નથી, જો કે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો જ ડેટા આવશે અને તપાસ વગર જ સીધા જ કારણો આપવાને બદલે કારણ મળે તે દિશામાં આપણે અને સમાજે વિચારવાની જરૂર છે.
હ્રદયરોગના નિષ્ણાંત ડો. સમીર દાણીએ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએકે નહીં તે અંગે જણાવ્યું હતું કે હેલ્થ ચેક કપ એ તમારું જ્યોતિષ નથી પરંતુ તમારો હાલનો ફોટોગ્રાફ છે. તે અત્યારની કન્ડિશન બતાવે છે પરંતુ જેમ વાહન કે અન્ય વસ્તુની સર્વિસ કરાવતા હોઈએ છીએ તેમ હેલ્થ ચેક અપ તમને તંદુરસ્તી અઁગે ગાઈડ કરી શકે છે અને હાલની સ્થિતિ બતાવી શકે છે. કોવિડ પછી હૃદયની તકલીફ વધી છે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સ્ટડી થયા છે હજુ પણ રિસર્ચ ચાલુ છે અત્યારના રીસર્ચમાં કોવિડ થાય તેને હાર્ટ બ્લોકેજીસ કે હાર્ટ પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે પરંતુ કોવીડ પછી તે કેટલા વખત અસર રહે છે તે જાણતા નથી એટલું જ નહીં પછી કિડની કે અન્ય નસો ને પણ તેની અસર થાય છે, આ અંગે આઈસીએમઆર નો સ્ટડી પણ થઈ રહ્યો છે જેનું રીઝલ્ટ ટુંકમાં આવશે.
છાતીનો દુખાવાને હૃદયનો દુખાવો ગણાય તે અંગે હ્રદયરોગના નિષ્ણાંત ડો. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, કોઈ કોઈપણ લક્ષણો-સીમટમ્સ હોય તો નિષ્ણાંત પાસે જઈ ચકાસણી કરી ઈલાજ કરવો જોઈએ, કોઈ સીમટમ્સને અવગણવા ન જોઈએ. હાલના જંકફુડને કારણે થતા નુકસાન અંગે તેમણે જણાવ્યું હતું કે બાપ-દાદા જે ખોરાક ખાતા હતા અને બેલેન્સ ફુડ લેતા હતા તેમાં ધીરે ધીરે બદલાવ થયો છે અને જંકફુડ ટ્રાન્સફેટ -હાનિકારક ફેટ-વારંવાર તળેલા ખોરાક આપણે લઈ રહ્યા છે, સાત્વિક બેલેન્સ ફુડ, ફળો-શાકભાજી અને કઠોળ સહિતના બેલેન્સ ડાયટથી હાર્ટ ડિસીઝ રોકી શકીએ છીએ- ઓછા કરી શકીએ છીએ.
ગુજરાત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, હાલની સ્થિતી જોતાં પ્રજાને નિષ્ણાંતો પાસેથી સાચી જાણકારી મળે તે પ્રકારના સંવાદનો આશય હતો. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન અજયભાઇ પટેલ સાથે હ્રદય રોગ અંગે વિગતે જાગૃતિ લાવવી જોઇએ વાત થતાં તેમણે આખુય અભિયાન વધાવીને રેડક્રોસના માધ્યમથી પ્રજા સેવાનું કામ ઉપાડયું છે.