બાયજૂસે કર્મીઓના પગાર માટે ફાઉન્ડરે ઘર ગિરવે મૂક્યું

Spread the love

સ્ટાફને પગાર મળવામાં થતા વિલંબ વચ્ચે બાયજૂ રવિન્દ્રને કર્ણાટકના બેંગલુરુમાં આવેલા પોતાના ઘરને ગિરવે રાખીને પૈસા એકઠા કર્યા


નવી દિલ્હી
દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે પગાર આપવાના પણ રૂપિયા નથી બચ્યા અને આ નાણાકીય સંકટ વચ્ચે હવે બાયજૂસના ફાઉન્ડર બાયજૂ રવિન્દ્રને પોતાનું ઘર પણ ગિરવે મૂકી દીધું છે. એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બાયજૂસના કર્મચારીઓના પગાર અટકેલા છે અને કંપનીમાં રોકડની તંગી વધી રહી છે. સ્ટાફને પગાર મળવામાં થતા વિલંબ વચ્ચે બાયજૂ રવિન્દ્રને કર્ણાટકના બેંગલુરુમાં આવેલા પોતાના ઘરને ગિરવે રાખીને પૈસા એકઠા કર્યા છે, જેનાથી કર્મચારીઓનો પગાર આપી શકાય. જણાવી દઈએ કે, એડટેક સેક્ટરની આ મોટી કંપની બાયજૂ ફાઈનાન્શિયલ ક્રીસિસ લાંબા સમયથી ચાલી રહી છે અને સાથે લોન આપનારા સંસ્થાનો સાથે કંપનીની કાયદાકીય લડત પણ ચાલી રહી છે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, બેંગલુરુમાં બાયજૂ રવિન્દ્રને પરિવારની માલિકીના બે ઘર અને એપ્સિલૉનમાં તેમનો નિર્માણાધીન વિલા છે, તેને તેમણે 12 મિલિયન ડોલર (અંદાજિત 100 કરોડ રૂપિયા) ઉધાર લેવા માટે ગિરવે રાખી દીધા છે. તેનાથી મળેલી રકમનો ઉપયોગ એડટેક કંપનીની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટમાં 15,000 કર્મચારીઓને પગાર આપવામાં કર્યો છે. જોકે, આ અંગે બાયજૂસ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.
બીસીસીઆઈએ કથિત રીતે 158 કરોડ રૂપિયાની ચૂકવણી ના કરવા બદલ એડટેક કંપની, બાયજૂ વિરૂદ્ધ કોર્પોરેટ નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે એનસીએલટીનો સંપર્ક કર્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ બાયજૂના નામથી ઓનલાઇન એજ્યુકેશન આપતી કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડને ભારતીય ક્રિકેટ બોર્ડની એક અરજી પર નોટિસ મોકલી છે. બીસીસીઆઈએ અરજી દાખલ કરીને 158 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.
બાયજૂસમાં ચાલી રહેલા આર્થિક સંકટને જોતા આ એડટેક સ્ટાર્ટઅપ પર અંદાજિત 800 મિલિયન ડૉલરની લોન છે અને હાલમાં બાયજૂસ 1.5 અરબ ડૉલરની ટર્મ લોનનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું હતું, જેને લઈને કાયદાકીય લડાઈનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કંપનીમાં ચાલી રહેલી ઉથલ-પાથલ અને રોકડ સંકટને લઈને બાયજૂસની વેલ્યૂએશન પર અસર પડી છે, તો કર્મચારીઓની સામે પણ સેલેરી સંકટ વિકરાળ બન્યું છે, તેને ઓછું કરવા માટે બાયજૂ ફાઉન્ડર રવિન્દ્રને આ મોટો નિર્ણય લીધો છે.
આર્થિક સંકટમાં ફસેલા બાયજૂસ પર ફેમાની નવી મુસીબત પણ છે. ગત દિવસોમાં ઈડીની તપાસ સામે આવી હતી કે કંપનીએ 2011થી 2023 સુધીમાં અંદાજિત 28,000 કરોડ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. ત્યારે, કંપનીએ આ સમયગાળા દરમિયાન વિદેશી પ્રત્યક્ષ રોકાણના નામ પર વિદેશોમાં અંદાજિત 9,754 કરોડ રૂપિયા મોકલ્યા છે. જેને લઈને કંપનીના કેટલાક ઠેકાણાઓ પર તપાસ અને જપ્ત કરવાની કાર્યવાહી થઈ હતી.
ઈડીએ કંપની વિરૂદ્ધ મળી રહેલી ફરિયાદોના આધારે બાયજૂસ સામે તપાસ શરૂ કરી હતી. પોતાની તપાસમાં ઈડીને જાણવા મળ્યું કે, કથિત રીતે એફવાય2020-21થી કંપનીએ પોતાના ફાઈનાન્શિયલ ડેટા તૈયાર ન કર્યા અને એકાઉન્ટ્સ પણ ઓડિટ ન કર્યા, જે ફરજિયાત છે. ઈડીના અનુસાર, કંપની દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડાઓની હકિકત અંગે બેંકો પાસેથી પણ તપાસ કરાઈ રહી છે. તપાસ દરમિયાન કંપની ફાઉન્ડર બાયજૂ રવિન્દ્રનને કેટલાક સમન્સ પણ પાઠવી ચૂકાયા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *