ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સમક્ષ ફાઈનલ ઈલેવનનો મોટો પડકાર

Spread the love

વર્લ્ડકપ 2024 માટે કયા સિનિયર ખેલાડીઓ વાપસી કરશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાને આ નાના ફોર્મેટના વર્લ્ડકપ પહેલા માત્ર 6 મેચ રમવાની છે


નવી દિલ્હી
વન-ડેમાં હાર બાદ હવે ટીમ ઇન્ડિયાની સામે ટી20 વર્લ્ડકપ 2024 એક પડકાર સમાન છે. ટી20 વર્લ્ડકપ 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાનું ફોકસ વન-ડેથી ટી20 તરફ ગયું છે. ટી20 વર્લ્ડકપ 2024 માટે ટીમ નક્કી કરતા પહેલા ભારતે માત્ર 6 મેચ રમવાની છે, જેમાંથી 3 ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે અને 3 દક્ષિણ આફ્રિકામાં રમાશે.
જો અત્યાર સુધી અપેક્ષાઓ પ્રમાણે બધું બરાબર રહ્યું તો રોહિત શર્મા જૂનમાં ટી20 વર્લ્ડકપમાં ભાગ લઈ શકે છે. રાહુલ દ્રવિડની કોચિંગ ટીમમાં સામેલ લોકો પણ આ વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયા સાથે રહેશે. પરંતુ રોહિત અને દ્રવિડ માટે આ સરળ કામ નહીં હોય. આ કારણે તેને ટીમમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં આ વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા માટે 5 પડકાર છે એવામાં તેનો કઈ રીતે સામનો કરવો એ એક મહત્વપૂર્ણ બાબત છે.
ટી20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા સામે સૌથી મોટો પડકાર ટીમના ફાઈનલ 11 ખેલાડીઓનો હશે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ રમવા આવેલી ટીમમાં સૂર્યા, ઈશાન, શ્રેયસ અય્યર વન-ડે વર્લ્ડકપ ટીમ તરફથી રમ્યા હતા. બાકીની ટીમ નવી હતી, તેથી વર્લ્ડકપ 2024 માટે કયા સિનિયર ખેલાડીઓ વાપસી કરશે તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે હવે ટીમ ઈન્ડિયાને આ નાના ફોર્મેટના વર્લ્ડકપ પહેલા માત્ર 6 મેચ રમવાની છે. રોહિત અને વિરાટ આફ્રિકામાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં નથી રમી રહ્યા.
વન-ડે વર્લ્ડકપમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા હતા. પરંતુ હાર્દિક વર્લ્ડકપમાં વચ્ચે જ ઈજાગ્રસ્ત થયા હતા તેમજ એ પણ પ્રશ્ન છે કે તે ઇન્ટરનેશનલ સર્કીટમાં ક્યારે રમશે! આ સીઅવ્ય ટીમ માટે એક એવો પણ પ્રશ્ન છે કે હાલ ટીમ પાસે ટી20 ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજા સિવાય અન્ય કોઈ ઓલરાઉન્ડર પણ નથી.
ટી20માં ભારત મોટાભાગે ટોપ ઓર્ડરના બેટ્સમેન પર નિર્ભર છે. લોઅર મિડલ ઓર્ડર ટીમ ઈન્ડિયાની નબળી કડી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આમાંથી કેવી રીતે બહાર નીકળે છે તે જોવું રહ્યું. ઘણા બેટ્સમેન જ્યારે પોઝીશન બદલે છે ત્યારે તેમની લય ગુમાવી બેસે છે.
આઈસીસી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન 2013થી સારું રહ્યું નથી. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાએ 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2014માં ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવું એ આ ફોર્મેટમાં છેલ્લું બેસ્ટ પર્ફોર્મન્સ રહ્યું છે.
ટી20 વર્લ્ડકપ નોકઆઉટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન

  • 22 સપ્ટેમ્બર 2007: ભારતે ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવ્યું, આ સેમી ફાઈનલ મેચ ડરબનમાં રમાઈ હતી
  • 24 સપ્ટેમ્બર 2007: જોહાનિસબર્ગમાં ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું, આ T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી
  • 4 એપ્રિલ 2014: મીરપુરમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું. આ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ હતી
  • 6 એપ્રિલ 2014: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ T20 ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટે હારી ગઈ
  • 31 માર્ચ 2016: વાનખેડે ખાતે ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વિકેટે હારી ગયું. આ સેમી ફાઈનલ મેચ હતી
  • 10 નવેમ્બર 2022: એડિલેડમાં આયોજિત સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે હારી ગઈ
    એક પ્રશ્ન એવો પણ છે કે ટી20 વર્લ્ડકપમાં વિકેટકીપર કોણ રહેશે?હાલ વન-ડે વર્લ્ડકપમાં કેએલ રાહુલે વિકેટકીપરની ભૂમિકા નિભાવી હતી. જયારે ટી20 વર્લ્ડકપમાં ઇશાન કિશને 3 મેચમાં 110 રન બનાવ્યા હતા. તેમજ ઓવરઓલ 32 મેચમાં 796 રન બનાવ્યા હતા. આ સિવાય જિતેશ શર્માને રાયપુર અને બેંગલોરના મેચમાં રમવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે 35 અને 24 રન બનાવ્યા હતા.
    સાઉથ આફ્રિકા માટે 3 ટી20 મેચ માટે ટીમ ઇન્ડિયા
    યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.
Total Visiters :143 Total: 1500287

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *