વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવોને એક્સેસ કરવા માટે GetSetUp સાથેનું એક્સક્લુઝિવ સબ્સ્ક્રિપ્શન
મુંબઈ
કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે (“KMBL”/Kotak) કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામ સાથે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવો પ્રદાન કરવા માટે પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મ GetSetUp સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, પોષણ, સુખાકારી વગેરેમાં હજારો ક્લાસીસ, ઇવેન્ટ્સ અને અનુભવોની વિશિષ્ટ એક્સેસ મળે છે અને આ પ્રક્રિયામાં તેઓ સમુદાયનો એક ભાગ બની જાય છે અને તેમના સભ્યપદના ભાગરૂપે સાચા કનેક્શનને પ્રોત્સાહન આપે છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના એલ્ડરલી ઇન ઈન્ડિયા 2021ના રિપોર્ટ અનુસાર, ભારતની વૃદ્ધ વસ્તી (60 વર્ષ અને તેથી વધુ વયની) 2031માં 194 મિલિયનને સ્પર્શે તેવી અપેક્ષા છે, જે 2021માં 138 મિલિયન હતી, જે એક દાયકામાં 41% વધી છે. GetSetUp સબ્સ્ક્રિપ્શન સાથે, કોટક ગ્રાન્ડ ગ્રાહકો ઇન્ટરેક્ટિવ અને આકર્ષક ક્લાસીસ દ્વારા આયોજિત જીવનભરના શિક્ષણની આસપાસના વિવિધ અનુભવોમાં ભાગ લે છે. શરૂઆતમાં મુંબઈ, પુણે અને અમદાવાદમાં પાયલોટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવેલી, આ ઓફરને GetSetUp પ્લેટફોર્મ પર મફત સબ્સ્ક્રિપ્શન દ્વારા સમગ્ર ભારતમાં કોટક ગ્રાન્ડના ગ્રાહકો સુધી લંબાવવામાં આવશે.
કોટક મહિન્દ્રા બેંકના પ્રેસિડેન્ટ અને હેડ ઓફ ડિસ્ટ્રિબ્યુશન – રિટેલ લાયબિલિટીઝ પુનીત કપૂરે જણાવ્યું હતું કે, “અમે વરિષ્ઠ નાગરિકોની એકંદર સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉજવણી કરવા માંગીએ છીએ. GetSetUp સાથે ભાગીદારી કરીને, અમે કોટક ગ્રાન્ડ ગ્રાહકો માટે તેમને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા સતત સામાજિક જોડાણ કાર્યક્રમ ઓફર કરી રહ્યા છીએ.”
GetSetUpના મેનેજિંગ ડિરેક્ટર-બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ પાર્ટનરશિપ અશ્વિની કપિલાએ જણાવ્યું હતું કે, “GetSetUp 55 અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને સશક્ત બનાવવા માટે રચાયેલ સમુદાય પ્લેટફોર્મ, સંસાધનોનો ખજાનો છે જે તેમના ઇન્ટરેક્ટિવ, પર્સનલાઇઝ્ડ કોર્સીસ અને અનુભવો દ્વારા તેમના જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. આ ભાગીદારી કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામના ગ્રાહકોને સમૃદ્ધ અનુભવો અને કૌશલ્ય નિર્માણની તકોની વિશાળ શ્રેણી પ્રદાન કરશે.”
કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામ 55 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે રચાયેલ છે. આ પ્રોગ્રામમાં ઘણી બધી ઓફરો છે જેમ કે બ્રાન્ચોમાં પ્રાયોરિટી સર્વિસીઝ, હોમ-બેંકિંગ સુવિધાઓ, 1500 સુધીના કોટક રિવાર્ડ્સ, લોકર ભાડા પર ડિસ્કાઉન્ટ, ઓવરડ્રાફ્ટ સુવિધાઓ, આરોગ્ય સંભાળ લાભો અને વધુ. કલીનરી એડવેન્ચર્સથી લઈને આર્ટ સેમિનાર સુધી અને વેલનેસ ક્લાસથી લઈને રિજુવેનેટિંગ એક્સરસાઇઝ સુધી, કોટક ગ્રાન્ડના ગ્રાહકો હવે સેલ્ફ-ડિસ્કવરી અને કૌશલ્ય વૃદ્ધિની સફર શરૂ કરી શકે છે, વ્યક્તિગત વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે છે અને તેમના જીવનની એકંદર ગુણવત્તાને સમૃદ્ધ બનાવી શકે છે.