રશિયાના આક્રમણ પછી કોંગ્રેસે યુક્રેન માટે 110 બિલિયન ડૉલરથી વધુની રકમ મંજૂર કરી પણ ફંડ મંજૂર થયું નથી
વોશિંગ્ટન
અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા માટે ચાલુ વર્ષે સહાયના છેલ્લાં પેકેજ તરીકે યુક્રેનને 250 મિલિયન ડૉલરના હથિયારો અને અન્ય ઉપકરણો પૂરાં પાડશે.
અમેરિકી પ્રમુખ જો બાયડેને કોંગ્રેસને યુક્રેનને 61 બિલિયન ડૉલરની સહાય પૂરી પાડવા કહ્યું છે, પરંતુ રિપબ્લિકન અમેરિકા-મેક્સિકો સરહદ પર સુરક્ષા કડક કરવા ડેમોક્રેટ્સ સાથે કરાર કર્યા વિના સહાયને મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યા છે.
રશિયાના આક્રમણ પછી કોંગ્રેસે યુક્રેન માટે 110 બિલિયન ડૉલરથી વધુની રકમ મંજૂર કરી છે, પરંતુ જાન્યુઆરી 2023માં રિપબ્લિકન્સે ડેમોક્રેટ્સ પાસેથી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સનો કબજો છીનવ્યો ત્યારથી કોઈ ફંડ મંજૂર થયું નથી.