વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ટેડ્રોસ ગેબ્રેસિસે દુનિયાને અપીલ કરી છે કે, ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાય તે પહેલા યુધ્ધ વિરામ જરૂરી
ગાઝા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝાના નાગરિકો તબાહ થઈ ચુકયા છે.
ઈઝરાયેલી હુમલાનો સામનો કરી રહેલા ગાઝામાં હવે લોકો ભૂખમરાની અણી પર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે, જો બહુ જલ્દી યુધ્ધ વિરામ ના થયો તો અહીંયા ચારે તરફ બેહાલી નજરે પડશે. ગાઝાની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, અહીંની 36 જેટલી હોસ્પિટલોમાંથી માત્ર 15 જ કાર્યરત છે અને તે પણ અપૂરતી સુવિધાઓ સાથે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ટેડ્રોસ ગેબ્રેસિસે દુનિયાને અપીલ કરી છે કે, ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાય તે પહેલા યુધ્ધ વિરામ જરૂરી છે. ગાઝામાં અમારી રાહત સામગ્રી ભરેલા ટ્રકોને લોકો લૂંટી રહ્યા છે. ભૂખથી પરેશાન લોકો ટ્રકોમાં ભરેલી દવાઓ, મેડિકલ સપ્લાય તેમજ ભોજન અને ઓઈલને રસ્તામાં જ લૂંટી રહ્યા હોવાથી સપ્લાય સેવા ખોરવાઈ રહી છે.
તેમણે કહ્યુ હતુ કે, આ જ રીતે જો લૂંટફાટ ચાલતી રહી તો ગાઝામાં રાહત કાર્ય કરવુ મુશ્કેલ થઈ જશે. ગાઝામાં સ્થિતિ સુધારવી હોય તો યુધ્ધ વિરામ બહુ જરૂરી છે.