અંબાતી રાયડૂ જગમોહનના વાયએસઆરમાં જોડાઈ ગયો

Spread the love

37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની પાર્ટી વાયએસઆરમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો


અમરાવતી
ભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરમાં જોડાઈ ગયા છે.
37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆર)માં વિધિવત રીતે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અંબાતી રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને મળ્યા હતા, ત્યારે જગન મોહન રેડ્ડી ઇચ્છતા હતા કે રાયડુ આગામી ચૂંટણી લડે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ક્યાંથી મળશે. જો રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને માછલીપટ્ટનમથી ટિકિટ આપવામાં આવી શકે છે, જો કે, આ અંગે પક્ષ દ્વારા નિર્ણય બાદમાં લેવામાં આવશે.
અંબાતી રાયડુએ ભારત માટે રમતા 55 વનડેમાં 45.05ની એવરેજથી કુલ 1,694 રન બનાવ્યા છે જેમાં હાઈએસ્ટ સ્કોર 124 અણનમ રનનો રહ્યો છે. તેમણે વનડેમાં 3 સદી અને 10 ફિફ્ટી પણ ફટકારી છે. ટી-20 કરિયરની વાત કરીએ તો તેમણે 6 મેચમાં 10.50ની એવરેજથી માત્ર 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 97 મેચમાં 6,151 રન કર્યા છે. રાયડુએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 203 મેચમાં 28.05ની એવરજેથી 4348 રન બનાવ્યા હતા, જેમાં એક સદી ફટકારી છે અને 22 ફિફ્ટી ફટકારી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *