હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષ ક્લોડાઈને રાજીનામું આપી દીધું

Spread the love

વિશ્વભરમાં યદૂહી વિરોધી ભાવનાની વધતી આશંકાઓ અને ગાઝામાં ઈઝરાયેલ યુદ્ધના પરિણામો વચ્ચે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની રક્ષા કરવામાં વિફળ રહ્યુઃ ક્લોડાઈ

નવી દિલ્હી

હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષ ક્લોડાઈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. તેમના પર સાહિત્ય ચોરી અને યહુદીઓ વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ છે. ક્લોડાઈન ગે એ હાર્વર્ડ ગ્રુપને લખેલા એક પત્રમાં પોતાના રાજીનામાનું એલાન કર્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વિશ્વભરમાં યદૂહી વિરોધી ભાવનાની વધતી આશંકાઓ અને ગાઝામાં ઈઝરાયેલ યુદ્ધના પરિણામો વચ્ચે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની રક્ષા કરવામાં વિફળ રહ્યું છે. આ પ્રતિક્રિયા પર તેમની સખત ટીકા કરવામાં આવી રહી હતી.

ક્લોડાઈન હાર્વર્ડ ફેકલ્ટીના સભ્ય બની રહેશે. ક્લોડાઈને પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે તે ભારે હૃદય સાથે પરંતુ હાર્વર્ડ પ્રત્યે ઊંડા પ્રેમ સાથે પોતાનું પદ છોડી રહી છું. તેમણે કહ્યું કે, મારા માટે રાજીનામું આપવું હાર્વર્ડના શ્રેષ્ઠ હિતમાં હતું જેથી અમારો સમુદાય કોઈ વ્યક્તિના બદલે સંસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરીને અસાધારણ પડકારની આ ક્ષણનો સામનો કરી શકે.

ગત મહિને તેમને રિપબ્લિકનના આગેવાની હેઠળની હાઉસ કમિટી ઓન એજ્યુકેશન એન્ડ વર્કફોર્સ સમક્ષ આ આરોપોનો જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ગે એ બાદમાં માફી માંગતા જણાવ્યું હતું કે, તે હાઉસ સમિતિની સુનાવણીમાં તીખી નોકઝોંકમાં ફસાઈ ગઈ હતી અને યહૂદી વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસાની ધમકીઓની યોગ્ય રીતે નિંદા કરવામાં નિષ્ફળ રહી હતી. ગે એ કહ્યું હતું કે હું આશા રાખું છું કે મારા સંક્ષિપ્ત અધ્યક્ષતાને આપણી સામાન્ય માનવતાને શોધવાના પ્રયાસના મહત્વને ફરીથી જાગૃત કરવાની એક ક્ષણ તરીકે જોવામાં આવશે અને શિક્ષણની મહત્વપૂર્ણ પ્રક્રિયાને નબળી પાડવા માટે શત્રુતા અને નિંદાની પરવાનગી આપવામાં આવશે નહીં.

ક્લોડાઈન ગે એ હાર્વર્ડના અધ્યક્ષ તરીકે માત્ર છ મહિના સુધી કાર્ય કર્યું છે જે યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌથી ટૂંકો કાર્યકાળ હછે. હાર્વર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે ક્લોડાઈને 1 જુલાઈ 2023ના રોજ 30મા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *