2023 અત્યાર સુધીનું સૌતી ગરમ વર્ષ, ભવિષ્ય અંગે વૈજ્ઞાનિકોની ચેતવણી

Spread the love

1850-1900ના સમયગાળાના સ્તર કરતાં પ્રથમ વખત દરરોજ સરેરાશ વૈશ્વિક તાપમાન વર્ષ 2023 માં એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું

નવી દિલ્હી

યુરોપિયન ક્લાઈમેટ એજન્સી દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ વર્ષ 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઔદ્યોગિકીકરણના પહેલાની તુલનામાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (સી3એસ) ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2024 માં પુરા થતા 12-મહિનાના સમયગાળા દરમિયાન 1.5 ડિગ્રી સેલ્સિયસની લિમીટ પણ પાર થઇ શકે છે. જે આબોહવાની અસરોમાં વધારો કરી શકે છે. પરંતુ આ વધારો લાંબા ગાળાના વોર્મિંગના કારણે થતા વધારાથી પેરિસ કરારનો નિર્દિષ્ટ 1.5° સેલ્સિયસની મર્યાદાનો ભંગ દર્શાવતો નથી. 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 1850-1900ના સમયગાળાના સ્તર કરતાં પ્રથમ વખત દરરોજ સરેરાશ વૈશ્વિક તાપમાન વર્ષ 2023 માં એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. 1850-1900ના સમયગાળા કરતા 2023 માં લગભગ 50 ટકા દિવસો 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતા. આ તાપમાન નવેમ્બર  2 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું હતું. 

વર્ષ 2023 1991-2020 ની સરેરાશ કરતાં 0.60 °સી વધુ અને 1850-1900ના સમયગાળા કરતા 1.48 °સી વધુ ગરમ જોવા મળ્યું હતું. આ બાબતે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આમને આશા નહોતી કે વર્ષ 2023 આ રેકોર્ડ તોડશે, પરતું 2023 એ તો અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડ્યા છે. જેના કારણે વિશ્વના મોટા ભાગોમાં હવામાનની ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાશે. કેનેડા અને યુ.એસ.માં તીવ્ર ગરમી અને જંગલની આગથી લઈને લાંબા સમય સુધી દુષ્કાળ અને પછી પૂર્વ આફ્રિકાના ભાગોમાં પૂર જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ હવામાન પરિવર્તન રોજિંદા ધોરણે જીવન અને આજીવિકાનો નાશ કરી રહ્યું છે. તેમજ એન્ટાર્કટિક તેમજ આર્કટિક બરફ પીગળી રહ્યો છે અને સમુદ્રના સ્તર ઊંચા આવી રહ્યા છે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *