એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા
હવાઈ
અમેરિકામાં હવાઈના કાહુલુઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટનું હાર્ડ લેન્ડિંગ કરાવાયું હતું. દરમિયાન એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા હતા.
અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ નંબર 271માં લોસ એન્જલસથી માયુ સુધીની ઉડાન વખતે સેવા સાથે ઓજીજી પર લેન્ડ કરતી વખતે આ સમસ્યા સર્જાઈ હતી. અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન ઘાયલ થયેલા તમામ છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કંપનીના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 167 મુસાફરો સિવાય સાત ક્રૂ મેમ્બર સવાર હતા.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે હાર્ડ લેન્ડિંગને પગલે મેઈન્ટેનન્સ ટીમ દ્વારા વિમાનને નિરીક્ષણ માટે સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે. કંપનીએ તેના નિવેદનમાં કહ્યું કે અમારા ગ્રાહકો અને ટીમના સભ્યોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.