ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ કરાવવા માટે કતારે ઈજિપ્ત અને અમેરિકાની મદદથી પ્રયાસો હાથ ધર્યા છે
તેલ અવીવ
ઈઝરાયેલની અસ્થાયી યુધ્ધ વિરામની ઓફર હમાસે ઠુકરાવી દીધી છે અને કહ્યુ છે કે, અમે ગાઝામાં કાયમી યુધ્ધ વિરામ ઈચ્છી રહ્યા છે. એક વખત લડાઈ રોકાય તે પછી જ બંધકોની મુક્તિ માટે વાતચીત થઈ શકશે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ કરાવવા માટે કતારે ઈજિપ્ત અને અમેરિકાની મદદથી પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરુપે કતારના વડાપ્રધાન મહોમ્મદ બિન અબ્દુલ રહેમાન, અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએના ડાયરેકટર બિલ બર્ન્સ, મોસાદના પ્રમુખ ડેવિડ બાર્નિયા તેમજ ઈજિપ્તની જાસૂસી સંસ્થાના પ્રમુખ અબ્બાસ કામેલ વચ્ચે પેરિસમાં બેઠક યોજાઈ હતી. જેમાં યુધ્ધ વિરામનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો.
કતારના વડાપ્રધાન શેખ મહોમંદે કહ્યુ હતુ કે, આ બેટકામં તબક્કાવાર યુધ્ધ વિરામ લાગુ કરવા માટેની યોજના ઘડવામાં આવી છે. જેના ભાગરૂપે સૌથી પહેલા મહિલાઓ અને બાળકોને મુક્ત કરાવવાના અને ગાઝામાં માનવીય સહાયતા પહોંચાડવાના નિર્ણયનો સમાવેશ થાય છે.