વેપારીએ પત્નીની હત્યા બાદ વચ્ચે પડેલી પુત્રીને પણ ઢાળી દીધી

Spread the love

15 વર્ષની પુત્રીના ટૂકડા નહેરમાં ફેંકી દીધા, પોલીસ પહોંચતા આરોપી ભાંગી પડ્યો અને ગૂના કબૂલી લીધો


નવસારી
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસમાં 52 વર્ષીય વેપારીએ તેની 43 વર્ષીય પત્ની અને 15 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરીને નહેરમાં ફેંકી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ જઘન્ય કૃત્ય કરનારા જલ્લાદ પતિની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યોગેશ મહેતાએ તેની પુત્રીની હત્યા કરી જેણે તેની માતા રેશ્માને તેના ગુસ્સાથી બચાવવાનો પ્રયાસ કર્યો. મહેતાએ સૌપ્રથમ સોમવારે સાંજે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી કે તેની પત્નીની હત્યા કરવામાં આવી છે. જોકે પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
હત્યારા યોગેશ મહેતાએ પત્ની રેશ્મા પર હુમલો કરતા દીકરીએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા યોગેશે પુત્રીની પણ હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે સૌપ્રથમ સોમવારે સાંજે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી કે તેની પત્નીની હત્ચા કરવામાં આવી છે. આ કોલ મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.જો કે, પોલીસે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસને હજુ સુધી હત્યાનો ચોક્કસ સમય અને તારીખ મળી શકી નથી પરંતુ શંકા છે કે છોકરીની 10 જૂને હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના ભાગોને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એક દિવસ પછી 11 જૂનના રોજ દાદરા ગામ નજીક ડેમની કેનાલમાંથી શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા. શોધ હજુ ચાલુ છે પરંતુ આરોપી બંને હત્યાઓની ચોક્કસ વિગતો જાહેર કરી રહ્યો નથી તેવું સેલવાસના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
હત્યારો યોગેશ મહેતા ઉનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેની પાસે સેલવાસ અને નવસારીમાં મિલકતો છે જે તેણે ચાલીઓ બનાવીને ભાડે આપી છે. તે પૈસાદાર છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહેતાએ પત્ની-દીકરીને મારવા માટે હથોડીનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં છરી વડે તેની પુત્રીના ટુકડા કરી નાખ્યા હતા.
મૃતક દંપતીની 18 વર્ષની મોટી પુત્રી અને તેની હાજરીમાં હત્યા કરવામાં આવી હતી. પરંતુ યુવતીએ પોલીસને કેટલીક સ્કેચી વિગતોની પુષ્ટિ કરી તેવું પોલીસે જણાવ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલી હથોડી મેળવી લીધી છે, જ્યારે તેઓ હજુ પણ છરીની શોધ કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ તેની પત્નીના નિયમિત ઝઘડા અને તકરારના કારણે હત્યા કરી છે. બંનેના લગ્નને લગભગ 20 વર્ષ પહેલા થયા હતા અને તેઓ 18 અને 15 વર્ષની બે દીકરીઓના માતા-પિતા હતા. દંપતીએ ભૂતકાળમાં તેમના નિયમિત ઝઘડાઓને લઈને પોલીસનો સંપર્ક કર્યો હતો. તેઓએ છૂટાછેડા માટે પોલીસની મદદ માંગી પરંતુ કાઉન્સેલિંગ પછી ઘરે પરત ફર્યા એમ એક અધિકારીએ જણાવ્યું હતું. હાલ આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *