જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી
જબલપુર
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રેલવે મુસાફરોને પૂરા પાડવામાં આવતા પેક્ડ ફૂડમાં મોટી ગરબડનો મામલો સામે આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિથી જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચી ગયો છે.
જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી હતી. ત્યારબાદ બે દિવસ પછી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઘટનાની સમગ્ર માહિતી પણ શેર કરી. તેણે ટ્વિટર પર લખ્યું કે પેકેટમાં મૃત વંદો જોઈને હું ચોંકી ગયો હતો.
પીડિત વ્યક્તિએ આ ઘટના અંગે પશ્ચિમ રેલવેમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ટ્વિટર પર આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા આઈઆરસીટીસીએ લખ્યું કે, “તમારા ખરાબ અનુભવ માટે અમે ખૂબ જ દિલગીર છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને સંબંધિત સર્વિસ પ્રોવાઈડર સામે ભારે દંડ લાદવામાં આવ્યો છે.”