યુપીએ શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પડાશે

Spread the love

શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે

નવી દિલ્હી

સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન, સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે. કેન્દ્ર સરકાર આ શ્વેતપત્ર 10 ફેબ્રુઆરી 2024 એટલે કે રવિવારે લાવી શકે છે. સંસદના બજેટ સત્રનો આ છેલ્લો દિવસ હશે. પ્રથમ બજેટ સત્ર 9 ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું, પરંતુ તેને એક દિવસ લંબાવવામાં આવ્યું છે. શ્વેતપત્ર ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું, તેનો અર્થ શું છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે? એ જાણીએ. 

102 વર્ષ પહેલા એટલે કે 1922 માં શ્વેતપત્રની પરંપરા બ્રિટીશ સરકારે શરુ કરી હતી. શ્વેતપત્ર એક સરકાર, કંપની કે બિન-લાભકારી સંસ્થા દ્વારા ઉકેલ, ઉત્પાદન અથવા સેવાની વિશેષતાઓને પ્રોત્સાહન આપવા પ્રકાશિત કરવામાં આવેલ માહિતી દસ્તાવેજ છે. શ્વેતપત્રોનો ઉપયોગ જાહેર અભિપ્રાયનું મૂલ્યાંકન કરવાની તેમજ સરકારી નીતિઓ અને કાયદાઓ રજૂ કરવાની પદ્ધતિ તરીકે થાય છે. શ્વેતપત્ર કોઈપણ વિષય પર પ્રાપ્ત માહિતી અથવા સર્વેક્ષણનો એક ભાગ છે. 

સરકારની સાથે કોઈપણ સંસ્થા કે કંપની દ્વારા શ્વેતપત્ર જાહેર કરી શકાય છે. શ્વેતપત્રમાં તેના ગ્રાહકો કર્મચારીઓ અથવા જનતાને તેની પ્રોડક્ટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. આ સાથે ઘણી સંસ્થાઓ તેમના દ્વારા રજૂ કરાયેલી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે શ્વેતપત્રો બહાર પાડે છે. આ રીતે માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

આર્થિક બાબતોને લગતા શ્વેતપત્રોમાં સરકાર અથવા કોઈપણ સંસ્થાની ખામીઓ, તેની સંબંધિત આડઅસરો અને સુધારા માટેના સૂચનો જેવા વિષયો હોય છે. જ્યારે ઉત્પાદન/ટેક્નોલોજી સંબંધિત શ્વેતપત્રમાં તેના વિશેની માહિતી હોય છે. 

તેમના તાજેતરમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટ 2024માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે યુપીએ સરકાર દરમિયાન લેવામાં આવેલા આર્થિક નિર્ણયો અને દેશ પર તેની પ્રતિકૂળ અસરો અંગે શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ તેમના વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જ્યારે આ સરકારે વર્ષ 2014 માં સત્તા સંભાળી ત્યારે અર્થવ્યવસ્થાને અને ગવર્નન્સ સિસ્ટમને તબક્કાવાર સુધારવાની જવાબદારી ખૂબ મોટી હતી. લોકોને આશાનું કિરણ પૂરું પાડવું, રોકાણ આકર્ષવું અને સુધારા માટે ખૂબ જ જરૂરી સમર્થન મેળવવું એ સમયની જરૂરિયાત હતી. જે સરકારે સફળતાપૂર્વક હાંસલ કરી છે. તેમજ નાણામંત્રીએ શ્વેતપત્ર રજૂ  કરવા બાબતે જણાવ્યું હતું કે વર્ષ 2014 માં દેશ ક્યાં હતો અને અત્યારે ક્યાં છે. તેમજ શ્વેતપત્રનો હેતુ તે વર્ષોના ગેરવહીવટમાંથી પાઠ શીખવાનો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *