ઇનોવેશન થીમમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ
મુખ્ય બાબતોઃ
· ફંડ મહત્વની ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને ઓળખશે અને બિઝનેસ મોડલ્સ, પ્રોસેસીસ તથા પ્રોડક્ટ-સર્વિસીઝમાં ઇનોવેટિવ હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે
· ફંડ ઇનોવેટિવ ક્ષેત્રે રોકાણ કવરા માંગતા અને ભારતની વિકાસ સફરમાં ભાગ લેવા માંગતા રોકાણકારો માટે યોગ્ય છે
· એનએફઓ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને 28 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે
મુંબઈ, 14 ફેબ્રુઆરી, 2024 – બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે ઇનોવેશન થીમમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફંડ રોકાણકારોને ઇનોવેટિવ કંપનીઓના ડાયનેમિક માહોલમાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. નવી ફંડ ઓફર (એનએફઓ) 14 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને 28 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.
ઇનોવેશન એ ટેક્નોલોજી કરતાં બહોળો ખ્યાલ ધરાવે છે. ઇનોવેશન તમામ ક્ષેત્રે જોવા મળી શકે છે. વધી રહેલા માથાદીઠ જીડીપી, બદલાતી ગ્રાહક આદતો, વધતી યુવા વસ્તી, ઊભરતી ગ્રાહક પસંદગીઓ અને મજબૂત સરકારી ભારતના લીધે ભારતનું ઇનોવેશન ક્ષેત્ર ઊભરી રહ્યું છે. સ્વચ્છ ઊર્જા તરફનું સંક્રમણ, બહોળી ઇન્ટરનેટ એક્સેસ અને સ્માર્ટફોનના ઉપયોગ જેવા પરિબળોએ આ મોમેન્ટમાં પ્રદાન આપ્યું છે. ભારત માત્ર ટેકનોલોજી જ નહીં પરંતુ ઉત્પાદન તથા અવકાશ સંશોધન જેવા ક્ષેત્રોમાં પણ ઇનોવેશન દર્શાવી રહ્યો છે જે ચંદ્રયાન અને વંદે ભારત જેવા સફળ પ્રોજેક્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે.
ફંડે ઇનોવેટિવ કંપનીઓની ત્રણ કેટેગરીની ઓળખ કરી છેઃ
ડિજિટલ નેટિવ્સ એ ડિસ્રપ્ટર્સ છે. ઇનોવેશનમાં આગળ રહેલી કંપનીઓ.
ટ્રાન્સફોર્મર્સ એટલે એવી કંપનીઓ જે ટૂલ્સ, ટેક્નોલોજીસ અને અન્ય જાણકારી ઇનોવેટિવ કંપનીઓને સપ્લાય કરે છે.
લેગસી કંપનીઓ એટલે એવા મોટા બિઝનેસીસ જે ટેક્નોલોજીને વહેલા તબક્કામાં સ્વીકારે છે જેનાથી ઇનોવેશન થાય છે કારણ કે તેઓ બદલાતા બજાર માહોલ પ્રમાણે પ્રતિસાદ આપે છે.
23 વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાંત પ્રતિશ કૃષ્ણન દ્વારા મેનેજ થતા બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડ નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભો, મજબૂત મેનેજમેન્ટ ક્વોલિટી અને વાજબી મૂલ્યાંકન પર વિકાસની સંભાવના ધરાવતી કંપનીઓમાં રોકાણને લક્ષ્યાંક બનાવે છે. ફંડનો ઉદ્દેશ સેક્ટર કે માર્કેટ કેપને ધ્યાનમાં લીધા વિના ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો પૂરો પાડવાનો તથા રોકાણકારોના હિતો સાથે મેળ ખાય તેવી મજબૂત રોકાણ વ્યૂહરચનાઓ સુનિશ્ચિત કરવાનો છે. ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ઇનોવેટિવ તથા ડિસ્રપ્ટિવ હોય તેવી કંપનીઓમાં એક્સપોઝર ઇચ્છતા હોય અને ભારતની ગ્રોથ તથા ઇનોવેશન સફરમાં ભાગ લેવા માંગતા હોય.
એનએફઓ લોન્ચ અંગે ટિપ્પણી કરતા બરોડા બીએનપી પારિબા એએમસીના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું કે “ઇનોવેશન એક એવો સ્પાર્ક છે જે પરિવર્તનને પ્રેરણા આપે છે. બરોડા બીએનપી પારિબા ઇનોવેશન ફંડ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ક્રાંતિકારી માર્ગો ઊભા કરતા ડિસ્રપ્ટર્સ અને સમર્થ ક્રિએટર્સને સમર્થન આપવાનો છે. ફંડ એવી કંપનીઓ પસંદ કરશે જે ઉદ્યોગોમાં પરિવર્તન લાવવા તથા બદલાતા બજાર ટ્રેન્ડ્સનો લાભ લેવા માટેની સંભાવના ધરાવતી હોય. લેગસી કંપનીઓ, ડિજિટલ સાહસો અને ટ્રાન્સફોર્મર્સના વૈવિધ્યપૂર્ણ મિક્સને સમર્થન આપીને આ ફંડ વ્યૂહાત્મકપણે એવી કંપનીઓમાં રોકાણ કરશે જે અનેક સેક્ટર્સ તથા માર્કેટ કેપમાં ઇનોવેશન લાવવા તત્પર હોય.”