હુમલાખોરે બલાઝ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો, બલાઝની સુરક્ષા કરી રહેલા લોકોની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત
લાહોર
પાકિસ્તાનના લાહોરમાં અંડરવર્લ્ડ ડોન આમીર બલાઝ ટીપૂની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બલાઝ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. આ દરમિયાન હુમલાખોરે બલાઝ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. 2010મા અંડરવર્લ્ડ ડોનના પિતાની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બલાઝના દાદા પણ લાહોરના અંડરવર્લ્ડ ડોન હતા.
પાકિસ્તાની મીડિયા અનુસાર, લાહોરના ચુંગ વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન એક હુમલાખોર બલાઝ અને અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. બલાઝની સુરક્ષા કરી રહેલા લોકોની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, હજુ હુમલાખોરની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમીર બલાઝ ટીપુ લાહોરનો અંડરવર્લ્ડ હતો. તેની ત્રણ પેઢીઓથી લાહોરમાં પ્રભુત્વ ધરાવે છે. બલાઝ ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવતો હતો. અમીર બલાઝ ટીપુના પિતા આરીફ આમિર ઉર્ફે ટીપુ ટ્રકનવાલા પણ 2010માં અલ્લામા ઈકબાલ એરપોર્ટ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. બલાઝની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે.