દીપિકા પાદૂકોણ સપ્ટેમ્બર 2024માં માતા બનશે

Spread the love

બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા

મુંબઈ

 દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે. 

લંડનમાં 77મા બાફ્ટા રેડ કાર્પેટ પર તેણીએ કથિત રીતે પોતાનું પેટ છુપાવવાનો પ્રયાસ કર્યા પછી અટકળો શરૂ થઈ હતી. દિપીકાએ એવોર્ડ ફંકશનમાં સબ્યસાચી મુખર્જી દ્વારા ડીઝાઇન કરેલી અદભૂત ચમકદાર સાડી અને કસ્ટમ જ્વેલરી પહેરી હતી.

જાન્યુઆરીમાં વોગ સિંગાપોરને આપેલા હૃદયસ્પર્શી નિવેદનમાં, દિપીકાએ પિતૃત્વની અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું, “રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારું પોતાનું કુટુંબ શરૂ કરીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *