સાઉથ આફ્રિકામાં જન્મેલા વેગનરે ન્યૂઝીલેન્ડ માટે 64 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 37ની એવરેજથી 260 વિકેટ લીધી હતી
વેલિંગ્ટન
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. વેલિંગ્ટનમાં મેચ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીતના સમયે મેદાનમાં ટીમના 11 નહીં પરંતુ 12 ખેલાડીઓ હાજર હતા. ન્યુઝીલેન્ડ ટીમમાં એવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે પ્લેઈંગ-11નો ભાગ પણ ન હતો. ન્યુઝીલેન્ડે નીલ વેગનરની નિવૃત્તિને લઈને આ ખાસ પગલું ભર્યું છે.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરે 37 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધોં છે. તેને ન્યુઝીલેન્ડ ટીમમાં સામેલ કરવાની સંભાવના ન હતી. નિવૃત્તિ પછી કિવી ટીમે તેના સ્ટાર ફાસ્ટ બોલરને વિદાય આપવાનો નિર્ણય કર્યો. જયારે રાષ્ટ્રગીત માટે કિવી ટીમ મેદાન પર આવી ત્યારે તેણે વેગનેરને પણ સામેલ કર્યો. તે ટીમનો ભાગ ન હોવા છતાં ન્યુઝીલેન્ડની ટીમમાં સામેલ હતો. આટલું જ નહીં વેગનરને સબસ્ટિટ્યુટ ફિલ્ડર તરીકે પણ મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં હાજર ચાહકોએ ઉભા થઈને તેના સન્માનમાં તાળીઓ પાડી હતી. ચાહકોને વિદાય આપવાની આ રીત પસંદ આવી. આ માટે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની પ્રશંસા થઈ રહી છે.
સાઉથ આફ્રિકામાં જન્મેલા વેગનરે ન્યૂઝીલેન્ડ માટે 64 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 37ની એવરેજથી 260 વિકેટ લીધી હતી. તે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાંચમા ક્રમે છે. વેગનેરે વર્ષ 2012માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે વર્ષ 2022માં ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.