મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું

Spread the love

વર્ષ 2023માં સરકારે મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સુધારા કર્યા છે, જેની અર્થતંત્ર પર સારી અસર પડી હોવાનું મૂડીઝનું અનુમાન

નવી દિલ્હી

ઈન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક અનુમાન વ્યક્ત કર્યું છે. મૂડીઝે ભારતનો જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું છે. મૂડીઝ અનુસાર, વર્ષ 2023માં સરકારે મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સુધારા કર્યા છે, જેની અર્થતંત્ર પર સારી અસર પડી છે. 

મૂડીઝના રિપોર્ટ અનુસાર,વર્ષ 2023 ના ચોથા ત્રિમાસિક ગાળમાં ભારતનો જીડીપી ગ્રોથ 8.4 ટકા રહ્યું છે. આવું વર્ષોવર્ષ થતું આવ્યું છે. આવી સ્થિતિમાં 2023ના સમગ્ર વર્ષમાં ભારતીય અર્થતંત્ર 7.7 ટકાના દરે વૃદ્ધિ પામી છે. વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં, ભારતીય અર્થતંત્રએ સરળતાથી 6-7 ટકા જીડીપી ગ્રોથ મેળવવો જોઈએ.

મૂડીઝે તેના વૈશ્વિક મેક્રોઇકોનોમિક આઉટલુક 2024માં જણાવ્યું હતું કે, ‘ભારતની અર્થતંત્રએ સારું પ્રદર્શન કર્યું છે અને 2023માં અપેક્ષિત આંકડા કરતાં વધુ મજબૂત હોવાને કારણે અમે 2024 માટે અમારું વિકાસ અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું છે. G-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થમંત્ર બની રહેશે. 2025માં ભારતનો જીડીપી ગ્રોથ 6.4 ટકા રહેવાનો અનુમાન  છે.’

સપ્ટેમ્બર અને ડિસેમ્બર ત્રિમાસિકથી અર્થતંત્રની મજબૂત ગતિ 2024ના માર્ચ ત્રિમાસિક સુધી ચાલુ રહેશે. મજબૂત જીએસટી કલેક્શન, વાહનોના વેચાણમાં વધારો, ગ્રાહકોનો વિશ્વાસ અને બે આંકડામાં ગ્રોથ થવાથી સામે આવ્યું છે કે, શહેરી માંગ મજબૂત છે. પુરવઠાની બાજુએ, ઉત્પાદન અને સેવાઓ પીએમઆઈમાં વિસ્તરણ એ નક્કર આર્થિક ગતિનો પુરાવો છે. આ વર્ષના વચગાળાના બજેટમાં મૂડી ખર્ચ માટે ફાળવણી રૂપિયા 11.1 લાખ કરોડ રાખવામાં આવી છે અથવા 2024-25 માટે જીડીપીના 3.4 ટકાની સમકક્ષ રાખવામાં આવી છે. જે 2023-24ના અનુમાન કરતાં 16.9 ટકા વધુ છે.

ખાનગી ઔદ્યોગિક મૂડી ખર્ચની વૃદ્ધિ ધીમી હોવા છતાં, તે સપ્લાય ચેઇન ડાઇવર્સિફિકેશનના લાભો અને સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓ માટે રોકાણકારોના પ્રતિસાદને કારણે તેજી આવી શકે છે. વર્ષ 2024 એ ભારત, ઈન્ડોનેશિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને યુએસ જેવા જી-20 દેશો માટે ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણીની અસર સરહદોની બહાર દેખાઈ રહી છે. આ ચૂંટણીઓમાં જે નેતાઓ ચૂંટાશે તેની અસર આગામી ચારથી પાંચ વર્ષમાં સ્થાનિક અને વિદેશી નીતિઓ પર પડશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *