પાકિસ્તાની બોક્સર સાથી મહિલાના પર્સમાંથી પૈસા ચોરીને ભાગી ગયો

Spread the love

પાક. દૂતાવાસને જાણ કરાઈ, પોલીસ ફરિયાદ કરાઈ, પાક. ખેલાડીઓ સ્વદેશ પાછા જવાનું પસંદ કરતા હોતા નથી

પેરિસ

પાકિસ્તાનીઓ હંમેશા કોઈ ને કોઈ કામના કારણે વિદેશમાં પોતાના દેશનું માથું નીચું કરાવતા હોય છે. તેના માટે આતંકવાદ પણ મોટો મુદ્દો છે. પાકિસ્તાની લોકો પણ દુનિયાભરમાં પોતાના દેશની છબી ખરાબ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ દરમિયાન એક પાકિસ્તાની બોક્સરે ઈટાલીમાં આવું શરમજનક કૃત્ય કર્યું છે, જેણે તેના દેશને શરમમાં મૂકી દીધો છે.

પાંચ સભ્યોની ટીમ સાથે પાકિસ્તાની બોક્સર ઝોહૈબ રાશિદ ઓલિમ્પિક ક્વાલિફિકેશન ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન ઝોહેબ તેની મહિલા સાથી લૌરા ઇકરામના પર્સમાંથી પૈસાની ચોરી કરી અને ભાગી ગયો. પાકિસ્તાન એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને આજે આ માહિતી આપી હતી. 

પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ ઈટાલીમાં પાકિસ્તાની દૂતાવાસને આ ઘટના અંગે જાણ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ પાકિસ્તાની ખેલાડી વિદેશમાં ટીમ છોડીને ગુમ થયો હોય. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે. પાકિસ્તાની ખેલાડીઓ સારા ભવિષ્ય માટે દેશ પરત જવાથી ઇનકાર કરે છે.

પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના સેક્રેટરી કર્નલ નાસિર અહેમદે આ મામલે કહ્યું હતું કે, “ઝોહૈબ રાશિદ ઓલિમ્પિક ક્વાલિફાઈંગ ટુર્નામેન્ટ રમવા માટે પાંચ સભ્યોની પાકિસ્તાની ટીમ સાથે ઈટાલી પહોંચ્યો હતો. પરંતુ તેણે જે વર્તન કર્યું છે તે ફેડરેશન અને દેશ માટે શરમજનક છે. પોલીસને માહિતી આપવામાં આવી છે, જે તેને શોધી રહી છે, પરંતુ તે કોઈના સંપર્કમાં નથી.” તેઓએ વધુમાં કહ્યું, “આ ઘટના ત્યારે બની જયારે મહિલા બોક્સર લૌરા ઇકરામ ટ્રેનિંગ માટે ગઈ હતી. આ દરમિયાન ઝોહૈબે રિસેપ્શનમાંથી તેના રૂમની ચાવી લઈને તેના પર્સમાં રાખેલ વિદેશી ચલણની ચોરી કરી હતી. આ ઘટના બાદથી તે ગાયબ છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.” ઝોહૈબ રાશિદને પાકિસ્તાની બોક્સિંગનો ઉભરતો સ્ટાર માનવામાં આવતો હતો. તેણે ગયા વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

Total Visiters :93 Total: 1502012

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *