હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં વિધેશ નિલેશ પટેલે તાજેતરમાં રાજકોટ ખાતે સેકન્ડ સેંટ પોલ ઓપન શૂટિ ચેમ્પિયનશિપની 10 મીટર સબયૂથ મેન ઈવેન્ટમાં બીજા સ્થાને રહી સિલ્વર મેડલ જીત્યો હતો. આ વિજય મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ અને સાંસદ (રાજ્યસભા) નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન અને આચાર્યાએ અભિનંદન આપ્યા હતા.