એર હોસ્ટેસ પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા, મહિલા અગાઉ પણ પકડાઈ હતી
ટોરેન્ટો
પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પીએઆઈ(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા છે.
પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે હીના સાની નામની પીએઆઈની એર હોસ્ટેલ સાથે ફ્લાઈટમાં બીજા સાત ક્રુ મેમ્બર પણ હતા. કેનેડાના અધિકારીઓએ આ તમામ ક્રુ મેમ્બરને નો ફ્લાય કર્મચારીઓના લિસ્ટમાં મુકેલા હતા. આમ છતા આ તમામ સભ્યોએ ડીજીએમ ફ્લાઈટ સર્વિસિસ પાસેથી વિશેષ પરવાનગી લીધી હતી. જે નિયત ધારાધોરણોનુ ઉલ્લંખન હતુ.
એર હોસ્ટેસની ધરપકડ બાદ પીએઆઈના પ્રવકતાએ કહ્યુ છે કે, એરલાઈન્સને આ બાબતની જાણકારી મળી છે અને અમે કેનેડાના અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યા છે. એરલાઈન્સ તમામ કાયદાકીય પ્રક્રિયાઓનુ પાલન કરવા માટે કટિબધ્ધ છે.
કેનેડામાં પકડાયેલી એર હોસ્ટેલ હીના સાની પહેલા પણ ગેરકાયદે વસ્તુઓની સ્મલિંગમાં સામેલ રહી છે. આ માટે તેને અગાઉ પણ કેનેડામાં અટકાયતમાં લેવામાં આવી હતી.પોતાની એર હોસ્ટેસોના કારનામાના કારણે પીએઆઈનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ થઈ ચુકયુ છે.
ગયા મહિને પીઆઈએની એક એર હોસ્ટસ મરિયમ રઝા ફરજના ભાગરુપે ફ્લાઈટમાં ટોરન્ટો પહોંચી હતી અને બીજા દિવસે તેને પાછુ ફરવાનુ હતુ પણ તે હોટલમાંથી ગાયબ થઈ ગઈ હતી. 2022માં પણ આ જ રીતે એક એર હોસ્ટેસ પણ કેનેડા પહોંચીને પાકિસ્તાન પાછી ફરી નહોતી. ફ્રાંસમાં અન્ય એક એર હોસ્ટેસ દુકાનમાંથી ચોરી કરતા પકડાઈ હતી.