ટૂંક સમયમાં જ તમને કમેન્ટમાં પોલ ક્વેશ્ચનનું ફીચર મળશે, જેથી હવે કમેન્ટમાં જ લોકોના મત જાણી શકાશે

નવી દિલ્હી
મેટા ઈન્સ્ટાગ્રામ એપમાં ઘણા નવા ફીચર્સ આવવાના છે. ઈન્સ્ટાગ્રામ યુનિવર્સીટી સેશન દિલ્લી એડીશનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ ક્રિએટર્સ તેમજ સામાન્ય લોકો માટે શું આવવાનું છે તે જણાવ્યું હતું. આ સેશનમાં કંપનીએ ક્રિએટર્સને નવા ફીચર્સ વિશે જણાવ્યું હતું અને તેઓ કેવી રીતે તેનો ઉપયોગ તેમની પ્રોફાઇલને સારી બનાવી શકે છે. હાલમાં કંપની આ ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહી છે જે ટૂંક સમયમાં દરેક માટે ઉપલબ્ધ થશે. આવનારા સમયમાં તમને એપમાં બર્થડે, ઓડિયો નોટ, સેલ્ફી વિડીયો નોટ અને સ્ટોરી માટે મલ્ટી લિસ્ટ ફીચર મળશે.
આ ઉપરાંત મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ દ્વારા તેમની બ્રોડકાસ્ટ ચેનલમાં વધુ એક ફીચર વિશે માહિતી આપી હતી. જેમાં ટૂંક સમયમાં જ તમને કમેન્ટમાં પોલ ક્વેશ્ચનનું ફીચર મળશે. જેથી હવે કમેન્ટમાં જ લોકોના મત જાણી શકાશે.
આપણે બધા જ આપણા ફ્રેન્ડસ અને ફોલોવર્સને ઈન્સ્ટાગ્રામ પર બર્થડે વિશ કરીએ છીએ. ટૂંક સમયમાં કંપની ‘બર્થડેઝ’ નામનું ફીચર લાવી રહી છે જેના દ્વારા યુઝર્સ તેમનું બર્થડે સેલિબ્રેશન તેમના ફ્રેન્ડસ અને ફોલોઅર્સ સાથે સરળતાથી શેર કરી શકશે.
ઈન્સ્ટાગ્રામ દ્વારા નોટ્સ ફીચરને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેની મદદથી યુઝર્સ તેમના વિચારો કે સ્ટેટસ તેમના ફોલોવર્સ સાથે શેર કરી શકે છે. હાલમાં જ કંપનીએ નોટ્સમાં મ્યુઝીકની ફેસેલીટી પણ ઉમેરી હતી. તેમજ ટૂંકા જ સમયમાં ઈન્સ્ટાગ્રામ યુઝર્સને વોઈસ નોટ અને સેલ્ફી વીડીયો રેકોર્ડ કરવાનો ઓપ્શન પણ આપશે.
આ ફીચરમાં તમે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે એક મલ્ટી લીસ્ટ પણ બનાવી શકશો. જેમકે ફ્રેન્ડસ, ફેમીલી, ઓફીસ ફ્રેન્ડસ વગેરે. જેની મદદથી તમે તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સ્પેસીફીક લોકો સાથે સરળતાથી શેર કરી શકો.