હવે માત્ર જેઈઈ એપેક્સ બોર્ડ જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે

Spread the love

નેશનલ ટેસ્ટિંગ એજન્સી  તમામ માહિતી ટેકનોલોજી-સંબંધિત સપોર્ટ અને બેક-એન્ડ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે

નવી દિલ્હી

જેઈઈ મેઈન્સ 2024ની પરીક્ષાનું શેડ્યુંલ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે  શિક્ષણ મંત્રાલયે આઈઆટીએસ, એનઆઈટીએસ અને અન્ય કેન્દ્રિય તકનીકી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ  પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) માટે જેઈઈ એપેક્સ ના બોર્ડની રચના અને વહીવટી માળખાના પુનર્ગઠન માટેનો આદેશ પસાર કર્યો છે. આ આદેશ અનુસાર હવે માત્ર જેઈઈ એપેક્સ બોર્ડ (જેએબી)જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે. જેઈઈ એપેક્સ બોર્ડના અધ્યક્ષ બીએચયુના વાઇસ ચાન્સેલર પ્રો. એસ.કે.જૈનને બનાવવામાં આવ્યા છે.

આ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી  તમામ માહિતી ટેકનોલોજી-સંબંધિત સપોર્ટ અને બેક-એન્ડ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે, જેમાં અરજી ફોર્મની ઑનલાઇન સબમિશન સહિતની પૂર્વ અને પરીક્ષા પછીના કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂરી હોય તો એનટીએ એનઆસી /સી-ડીએસી પાસેથી સમર્થન મેળવી શકે છે. આ ઉપરાંત જેઈઈ એપેક્સ બોર્ડ (જેએબી) પાસે કાયમી સચિવાલય પણ હશે જે એનટીએ દ્વારા પ્રદાન કરવામાં આવશે. જાહેર કરાયેલ સત્તાવાર સૂચના મુજબ, એનટીએ જેઈઈ પ્રવેશ પરીક્ષા આયોજિત કરવા માટે વહીવટી અને લોજિસ્ટિક્સ સપોર્ટ પ્રદાન કરશે અને જેએબી પાસે પ્રવેશ પરીક્ષા આયોજિત કરવા માટે નીતિઓ, નિયમો અને નિયમો સ્થાપિત કરવાની અંતિમ સત્તા રહેશે. આ સિવાય જેઈઈ એડવાન્સ પરીક્ષા બોર્ડ દ્વારા કંડક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ લેવામાં આવશે.

આ ઉપરાંત આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી ગુવાહાટી, Iઆઈઆઈટી લખનઉ, આઈઆઈટી મદ્રાસ, એનઆઈટી રાઉરકેલા, એનઆઈટી સુરતકલ, Iઆઈઆઈટી હૈદરાબાદ, આઈઆઈટીએમ ગ્વાલિયરના ડિરેક્ટર, મધ્યપ્રદેશ, આસામ, મણિપુર, મહારાષ્ટ્ર, યુપી, પંજાબ એન્જિનિયરિંગ કોલેજ, સીબીએસઈના અધ્યક્ષ, એનઆઈસી, એનટીએ અને સી-ડીએસીના ડિરેક્ટર જનરલ અને એડિશનલ સેક્રેટરી, એમઓઈના જોઈન્ટ સેક્રેટરીને સભ્ય બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની પરીક્ષા  24મી જાન્યુઆરી 2024થી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું પરિણામ 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન જાહેર કરવામાં આવશે. પ્રથમ સત્ર માટે અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. બીજા તબક્કાની જેઈઈ મેઇન એપ્રિલની પરીક્ષા 1થી 15 એપ્રિલ દરમિયાન યોજાશે જેનું પરિણામ 8થી 11 મે દરમિયાન જાહેર કરવામાં આવશે. આ તમામ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. જેઈઈ મેઈન સ્કોર પર 32 એનઆઈટીએસ, 26 આઈઆઈટી વગેરેમાં નોંધણી થશે. લગભગ 12 લાખ વિદ્યાર્થીઓ જેઈઈ મેઇન્સની પરીક્ષા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *