પૂર્વ કેન્દ્રીયમંત્રીનાં પૂત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા

Spread the love

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાય છે

મુંબઈ

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા હતા.

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાઈ રહી છે. તેમણે જ ભાજપ અને અર્ચાના વચ્ચે મધ્યસ્થતા કરી હોવાનું મનાય છે. જેના પછી અર્ચના પાટિલ ભાજપમાં જોડાઈ ગયા હતા. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બસવરાજ પાટિલ મુરુમકરે પણ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલના દીકરા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *