રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવત
અમદાવાદ
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ટિકિટને લઈને પક્ષોમાં ખેંચતાણ થઈ રહી છે તો બીજી તરફ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે અને પુરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યો છે કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.